મહિલાઓ શારીરિક સંબંધ બાંધતી વખતે ન કરે આ 5 ભૂલ, નહીંતર બેડ પર નહીં આવે મજા

Relationship Tips: લગ્નને સફળ બનાવવામાં સેક્સ લાઈફનો એક ખાસ રોલ છે. આ જાણવું ખૂબજ જરૂરી છે. સેક્સ દરમિયાન શું કરવું શું ન કરવું ઘણી વખત લોકો એવી હરકત (Relationship Tips) કરી નાંખે છે જેનાથી પાર્ટનર નારાજ થઈ જાય. અહીં અમે આપને એવી ઘણી વાતોનું ધ્યાન દોરીશું જે તમારે બેડરૂમમાં અવગણવી જોઈએ.

મહિલાઓએ પણ સામેથી શરૂઆત કરવી
જો તમારો પાર્ટનર સેક્સમાં પહેલું પગલું લે તે તમારા માટે ઈઝી અને સારી બાબત છે. પણ તમે પણ પહેલું પગલું લઈને શરૂઆત કરી શકો છો. મોટાભાગની મહિલાઓ સેક્સ તરફ પહેલું પગલું ભરતાં અચકાય છે અને ઈચ્છા હોવા છતાં શરમને લીધે શરૂઆત નથી કરી શકતી. પણ જો તમે શરૂઆત કરશો તો તમારા પાર્ટનરને ખૂબ જ ગમશે તેની ગેરેન્ટી.

તમે કેવાં દેખાશો તેની ચિંતા છોડો
મોટાભાગની મહિલાઓ પોતે કેવી દેખાશે તેની ચિંતામાં સેક્સને ટાળતી હોય છે. પણ તમે કેવાં દેખાઓ છો તેની વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એ સેકન્ડરી બાબત છે. સેક્સ દરમિયાન તમે શું કરો છો તેનું ઈમ્પોર્ટન્સ હોય છે. તમે કેવાં દેખાઓ છો તે સેકન્ડરી ફેક્ટર છે. તમે રીલેક્સ થઈને એન્જોય કરો.

તેને તમારામાં રસ નથી તેવું ધારી ના લેશો
મોટાભાગની મહિલાઓ સેક્સ અગાઉ તેમનાં પાર્ટનરને જજ કરવા માંડે છે અને મનોમન ધારણાઓ કરી લે છે કે તેમનાં પાર્ટનરને તેમની સાથે સેક્સમાં કોઈ રસ નહીં હોય. એવું માની લેવાને બદલે એવું માનો કે તમને તેની સાથે સેક્સની જેટલી ઈચ્છા છે એટલી જ ઈચ્છા તેને પણ છે. રીલેક્સ. એન્જોય.

સેક્સમાં ભૂતકાળ ના લાવો
તમારી સાથે સેક્સ કરતાં પહેલાં તમારા પાર્ટનરે બીજી અનેક છોકરીઓ સાથે સેક્સ કર્યું હશે અને આ હકિકત તમને બિલકુલ પણ ગમતું નથી. તેમ છતાં સેક્સ દરમિયાન તેનાં ભૂતકાળની બાબતો અંગે ચર્ચા ના કરો. વર્તમાન પરિસ્થિતિનો આનંદ લો.

કોમ્પ્લિમેન્ટ્સ આપો
મહિલાઓ કરતાં પુરુષો પોતાનાં દેખાવ અંગે ખૂબ વધારે ઈનસિક્યોર હોય છે. જો તમે તેમનાં લુક અંગે કોમ્પ્લિમેન્ટ આપશો તો તેને કમ્ફર્ટેબલ લાગશે અને તેનો સેલ્ફકોન્ફિડેન્સ પણ વધશે. તેનાં કારણે તમારા સેક્સ્યુઅલ રિલેશન્સ વધારે પ્લેઝન્ટ બનશે.

ઈન્ટરેસ્ટ છે તો દેખાડો
જો તમને તમારા પાર્ટનરની સાથે સેક્સ કરવાની તમને ઈચ્છા હોય તો તમને ઈચ્છા છે તે દેખાડો. આ અભિવ્યક્તિ કરતાં ખચકાશો તો તમે કોઈની સાથે કદી પણ સેક્સ નહીં કરી શકો. તમારું બોડી છુપાવવાને બદલે તેની સામે નાનકડો સ્ટ્રિપિંગ એક્ટ કરો અને લાઈટ્સ ચાલુ રાખો!

તમારી અપેક્ષાઓ જણાવો
પુરુષો મહિલાઓનાં મનની વાત કહ્યાં વિના જાણી જાય એટલાં તો સ્માર્ટ નથી જ હોતાં તો તમારે તેને તમને સેક્સમાં શું ગમે છે અને શું નથી ગમતું તે સ્પષ્ટ શબ્દોમાં કહીને જણાવવું પડશે. તમને જે ગમે છે તે પાર્ટ શરુ થાય ત્યારે વધારે સ્ટ્રોન્ગલી રિસ્પોન્ડ કરો તેનાથી તેને ખબર પડશે કે આ તમને ગમે છે.

તમારા પ્લેઝરની જવાબદારી તમારી ખુદની છે
તમને સેક્સ એક્ટ દરમિયાન સેક્સ્યુઅલ પ્લેઝર ના મળ્યું તેનો દોષનો ટોપલો તમારા પાર્ટનરની ઉપર ઢોળી દેવો તે ઈઝી બાબત છે પણ સાચી બાબત નથી. તમારે પણ જવાબદારી લેવી જોઈએ કારણ કે સેક્સ એ બે પાર્ટનરને ઈન્વોલ્વ કરતી ક્રિયા છે અને સેક્સ્યુઅલ પ્લેઝર અને સેક્સ્યુઅલ સેફ્ટી એ તમારી પણ જવાબદારી બને છે. તેની પાસે કોન્ડોમ ના હોય તો તમારે કોન્ડોમ્સ રાખવાં જોઈએ.

પ્રોએક્ટિવ બનો
અનેક વખત એવું બનતું હોય છે કે મહિલા સેક્સ દરમિયાન એકદમ મિકેનિકલ બિહેવ કરે છે અને બેડ પર મરેલી માછલીની જેમ પડી રહે છે. આવું થાય ત્યારે પુરુષ ટર્નઓફ થઈ જાય છે. સેક્સ એ ટીમ એફર્ટ છે! સેક્સ દરમિયાન મોનિંગ, વ્હિસ્પરિંગ કે કિસિસથી રિસ્પોન્ડ કરો.

પાર્ટનરને ઊંઘવા દો
પુરુષો સેક્સ એક્ટ પછી એકદમ થાકી જતાં હોય છે. મહિલાઓને સેક્સમાં ઓછો થાક લાગે છેય મોટાભાગનાં પુરુષો સેક્સ પછી ઊંઘી જવાનું પસંદ કરતાં હોય છે. આ નોર્મલ છે. તમને થાક નથી લાગ્યો એટલે તમારા પાર્ટનરને પણ ઊંઘવા ના દો એ યોગ્ય નથી.

નખ ટ્રિમ કરો
લાંબા નેઈલ્સ પ્રેટી દેખાય છે અને સેક્સી લાગે છે. પણ, સેક્સ દરમિયાન તમારા લાંબા નેઈલ્સને લીધે એક્સાઈટમેન્ટમાં તેને લગાડી ના બેસો તેનું ઘ્યાન રાખો અથવા તો નેઈલ્સને ટ્રિમ કરી નાખો.

એક્સ્પિરિમેન્ટ કરો
મહિલાઓ સેક્સમાં એક્સ્પિરિમેન્ટ્સ કરતાં ખચકાતી હોય છે. એકની એક પોઝિશનમાં અને એક જ રીતે સેક્સ કરવાથી સેક્સ્યુઅલ એક્ટિવિટી બોરિંગ થઈ જતી હોય છે. થોડાં એક્સ્પિરિમેન્ટલ બનશો તો તમારી સેક્સ લાઈફ સ્પાઈસ્ડ અપ થઈ જશે અને બંને પાર્ટનર્સને સેક્સ્યુઅલ પ્લેઝર મળશે.

તમે પણ મહેનત કરો!
બધું જ તમારો પાર્ટનર કરે તેવી અપેક્ષા ના રાખો. તે યોગ્ય પણ નથી. આવું કરવાથી તમને એટલું પ્લેઝર મળશે કે તમે તેને પ્લેઝર આપવાનું ભૂલી જશો. તમારે તમારા પાર્ટનરને પણ સેટિસ્ફાય કરવાનો છે એટલું યાદ રાખો.

સેક્સ અંગે વાત કરો
મોટાભાગની મહિલાઓ કદી પણ સેક્સ અંગે વાત નથી કરતી. એ તેમની સૌથી મોટી ભૂલ છે. તમને સેક્સ અંગે વાત કરવામાં ખચકાટ થતો હોય તો તે નોર્મલ વાત છે પણ તેમ છતાં એ ખચકાટને હરાવીને તમારે તમારા પાર્ટનર સાથે સેક્સ અંગે વાત કરવી જોઈએ. તેનાથી તમારા બંનેનાં સેક્સ અંગેનાં વિચારો અને અપેક્ષાઓ બંને પાર્ટનર્સ સમજી શકશે.

વધારે પડતાં સરેન્ડર ના થાઓ
સેક્સ એક્ટમાં તમને કોઈ બાબત ગમતી નથી છતાં તમારા પાર્ટનરને ગમે છે એટલે એ કરવું ના જોઈએ. કદી પણ પોતાની ઈચ્છા વિરુદ્ધની કોઈ પણ એક્ટિવિટીમાં ના જોડાવું જોઈએ. તેવું કરવાથી તમારી સેક્સની ઈચ્છા ધીમે ધીમે ખતમ થઈ જશે.