8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવામાં આવે છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ સિંહ પટેલે શનિવારે જાહેરાત કરી છે કે, આર્કેયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સંરક્ષિત તમામ હેરિટેજ સ્થળો પર આતંરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે મહિલાઓ પાસેથી પ્રવેશ ફી વસુલવામાં આવશે નહિ. તેમાં મુખ્યત્વે લાલ કિલ્લો અને તાજમહેલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. અહીં રવિવારે મહિલાઓ માટે આવવા-જવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સ્થળો પર બાળકોને દૂધ પિવડાવવા અને તેમની સંભાળ કરવા માટે ખાસ રૂમ પણ બનાવવામાં આવશે. મહિલાઓની સુરક્ષામાં મહિલા સુરક્ષા ગાર્ડ પણ તૈનાત કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલની જાહેરાતોમાં સામેલ મુખ્ય સ્થળો
કેન્દ્રીય મંત્રી પટેલે કહ્યું, ઐતિહાસિક સ્થળો પર ફ્રી પ્રવેશ આપીને અમે મહિલાઓને સન્માનિત કરી રહ્યાં છે. આ સ્થળોમાં લાલ કિલ્લા, કુતુબ મીનાર, હુમાયું ટોમ્બ, તાજમહલ, કોર્ણાકનું સૂર્ય મંદિર, મલ્લપુરમ, અંજતા-ઈલોરોની ગુફાંઓ, ખજુરાહોનું મંદિર મુખ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.