તાજેતરમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલની વધુ એક કરતૂત સામે આવી છે. જેમાં તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના ઉપર દુષ્કર્મ કરયાનો આરોપ લગાવ્યો છે. જાણવા મળ્યું છે કે, વિશાલ પાટીલ દ્વારા પીડિત કિશોરી સાથે મોબાઈલ ઉપર સંપર્ક કરીને ધીરે ધીરે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. અને ત્યારબાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઈલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે વિશાલ પાટીલ દ્વારા તેની સોસાયટીમાં રહેતી સગીરાને ટેરેસ ઉપર લઈ જઈને શારીરિક અડપલા કરવાની ઘટના સામે આવી હતી. જે સંદર્ભમાં પોલીસ દ્વારા પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી વિશાલની સામે આજે ફરીથી અન્ય એક કિશોરી કે જે તેની સોસાયટીમાં રહે છે. તેના દ્વારા દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે.
ભોગ બનનાર કિશોરીએ ઉધના પોલીસ દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ ન નોંધી હોવાની વાત કરી હતી. આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું વારંવાર કહેવા છતાં પોલીસ દ્વારા તે પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી ન હતી. જેને લઈને આજે ભોગ બનનાર કિશોરીના પિતા પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
આ અંગે ભોગ બનનાર કિશોરીના પિતાનું કહેવું છે કે, મારી દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે માત્ર 17 વર્ષની છે. તેથી વિશાલ પાર્ટી સામે ફરીથી પોક્સો હેઠળ ગુનો દાખલ થવો જોઈએ. ઉધના પોલીસ દ્વારા આરોપી વિશાલ પાટીલના મોબાઈલમાં જે ફોટા અને વીડિયો હતા તે પણ ડિલિટ કરી દેવામાં આવ્યા હતા. મારી દીકરી હવે આત્મહત્યા કરવાનું કહે છે. અમને ન્યાય મળવો જોઈએ.
ઉધના પોલીસ સ્ટેશનના પી.આઇ એમપી પટેલે જણાવ્યું કે, કિશોરી દ્વારા જે મુજબ ફરિયાદ આપવામાં આવી હતી તે જ મુજબની ફરિયાદ લેવામાં આવી છે. અને મોબાઈલમાંથી કોઇપણ પ્રકારે ફોટા કે વીડિયો અને કિશોરીના અને વિશાલ પાટીલના ફોટા ડિલિટ કરવામાં આવ્યા નથી. ભાજપના કાર્યકર્તા વિશાલ પાટીલ દ્વારા એકલતાનો લાભ લઇને ટેરેસ ઉપર સગીરાને લઈ જઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના ગઇકાલે જ સામે આવી હતી. ત્યારબાદ ફરી એક વખત આક્ષેપ થતા ભારતીય જનતા પાર્ટીમાં પણ આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.