G9 Apex Group: જી નાઇન એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં (G9 Apex Group) નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
જી નાઈન એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડીયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે જી નાઇન ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્ય કુમાર બોલીવુડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે.
આયોજન દરમિયાન આઈસીયુ ઓન વિલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે.
વર્લ્ડ બીગેસ્ટ અને બેટર નવરાત્રી માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયમ ફાયર પ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઈલેક્ટ્રીફાઈંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઇન્ટની સુવિધા છે.ખેલૈયાઓ માટે ફ્લોરિંગ માં આરસીસી સાથે લાઈન એલાઈમેન્ટ સેટ કરવામાં આવી છે તેમ જ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટ ની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.
નવરાત્રી દરમ્યાન દરરોજ 30 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રી ના સ્થળનાં આયોજન અંગે હિરેનભાઈ કાકડીયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા.
શહેરની વચ્ચે વચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી. શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નળી શકે છે.દરરોજ 30 થી 35,000 લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટ ની સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રીનું આયોજન નક્કી કરાયું છે.
અહીં ગરબા રમવા વાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમ જ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યા ની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે.સુરત વાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવો જી નાઇન ગરબા રાત્રીમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App