કોરોના દુનિયામાં ફેલાયો એને આજે ઘણા મહિના થઇ ગયા છે અને હજુ પણ આ વાયરસ કાબુમાં આવ્યો નથી. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 87.76 લાખ કેસ નોંધાયા છે. જેમા 4,62,876 લોકોના મોત થયા છે. 46.39 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં સંક્રમણના નવા કેસ નોંધાતા અહીં 12 જૂલાઈ સુધી લોકડાઉન લાગુ કરાયું છે. આજે ઘણા દેશો એવા છે કે જ્યાં કોરોનાના એકપણ કેસ ન આવતા ફરીથી પહેલાની જેમ લોકો જિંદગી જીવતા થયા છે.
છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા પછી વિક્ટોરિયાના પ્રિમિયર ડેનિયલ એન્ડ્ર્યુઝે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમારા સ્વાસ્થ્ય એક્સપર્ટો મુજબ અમે એક ગંભીર સ્થિતિમાં પહોંચી ગયા છીએ. કોઈપણ ઘરમાં પાંચ મહેમાનથી વધારે ભેગા નહીં થઈ શકે. રેસ્ટોરાં અને કેફેમાં 50ના બદલે 20 લોકોજ જઈ શકશે.
ઓસ્ટ્રેલિયા સહીત ઘણા દેશોમાં હાલ કોરોના વાયુવેગે વધી રહ્યો છે. અને દિવસેને દિવસે હજારો લોકોનો ભોગ લઇ રહ્યો છે. અમેરિકાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 22.97 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 21 હજાર 407 લોકોના મોત થયા છે. 9.56 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં 24 કલાકમાં 4317 નવા કેસ નોંધાયા છે. શુક્રવારે અહીં 70 લોકોના મોત થયા હતા. હ્યુસ્ટનમાં 50થી વધારે પોલીસ કર્મચારીઓ સંક્રમિત મળ્યા છે. હ્યુસ્ટન પોલીસ ચીફ આર્ટ એસેવેડોએ કહ્યું કે અશ્વેતના સમર્થનમાં થયેલા પ્રદર્શનના કારણે સંક્રમિતો વધ્યા છે.
અમેરિકા સિવાય બ્રાઝીલ દેશમાં પણ 10.38 લાખથી વધારે કેસ નોંધાય છે અને ત્યાં 49 હજાર લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 54 હજાર 771 કેસ નોંધાયા છે અને 1206 લોકોના મોત થયા છે. લોકોમાં નારાજગી છે. દેશમાં સરકારની નિષ્ફળતાને લઈને પ્રદર્શન થઈ રહ્યું છે.
સંક્રમણ અને મોતનો આંકડો ઈરાનમાં વધી રહ્યો છે. અહીં શુક્રવાર રાત સુધી મૃત્યુઆંક 9 હજાર 392 થયો છે. બે લાખથી વધારે લોકો સંક્રમિત છે. ઈરાન સરકાર મુજબ સ્થિતિને પહોંચી વળવા માટે નવી ટાસ્ક ફોર્સ બનાવાઈ રહી છે. મેક્સિકોમાં મોતનો આંકડો 20 હજારને પાર થઈ ગયો છે. એક દિવસમાં અહીં 5 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે અને 647 લોકોના જીવ ગયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ 1 લાખ 70 હજાર 485 થયા છે.
આ વિવિધ દેશોમાં કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે અને લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાનો વ્યાપ વાયુવેગે વધી રહ્યો છે, જાણકારોના મત મુજબ જો કોરોના ભારતમાં નહિ અટક્યો તો ભારતને પણ ફરીએકવાર લોકડાઉન કરવું પડશે અને લોકોને ફરીથી ઘરમાં કેદ થવું પડશે તે અંગે સરકાર વિચારણા ચોક્કસથી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news