અમેરિકાના 79 વર્ષીય સીરિયલ કિલરે 50થી પણ વધારે લોકોની હત્યા કરી છે. સૈમ્યુલ લિટિલ નામના આ આરોપીએ 93 હત્યા કરી હોવાનું કબૂલ્યું છે અને મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ હતી. તેણે આ તમામ હત્યાઓ 1970થી 2005 દરમિયાન ઔકરી હતી.
93 લોકોની હત્યા કર્યાનું કબૂલ્યું
અમેરિકાની તપાસ એજન્સીએ 79 વર્ષના સીરિયલ કિલરે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. સૈમ્યુલ લિટિલ નામનો આ આરોપી અમેરિકન ઈતિહાસના સોથી મોટા સીરિયલ કિલર તરીકે ઉભરી આવ્યો છે અને સંઘીય તપાસ બ્યુરો(એફબીઆઈ)ના કહેવા પ્રમાણે તેણે 93 લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.
1970થી 2005 સુધી હત્યાઓ કરતો રહ્યો
1970થી 2005 દરમિયાન તેણે આ તમામ હત્યાઓ કરી હતી અને મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ સામેલ હતી. હાલમાં તપાસ કરનારાઓ હત્યા સાથે સંકળાયેલા પુરાવાઓના આધારે માત્ર 50 હત્યાની પૃષ્ટિ કરી શક્યા છે પરંતુ તેમણે લિટિલે જેટલી હત્યાની કબૂલાત કરી તે આંકડા અંગે વિશ્વાસ દર્શાવ્યો હતો.
એફબીઆઈએ વેબસાઈટ પર સ્કેચિસ દર્શાવ્યા
એફબીઆઈ દ્વારા એક વેબસાઈટ પણ બનાવવામાં આવી છે. તેમાં અજ્ઞાાત હત્યાઓના વીડિયોટેપેડ બતાવતા સ્કેચિસ દર્શાવાયા છે અને તે સ્કેચિસ લિટિલ દ્વારા જ બનાવવામાં આવ્યા છે. લિટિલે જેટલા લોકોની હત્યાનો દાવો કર્યો છે તેમના સ્કેચિસને વીડિયોટેપેડમાં દર્શાવવામાં આવ્યા છે.
અનેકના મોત આકસ્મિત થયા પણ…
એફબીઆઈના કહેવા પ્રમાણે અનેક પીડિતોના મોત ઓવરડોઝ કે આકસ્મિક કારણે થયા છે અને અમુક શબ હજુ સુધી નથી મળી આવ્યા. ત્રણ હત્યા કેસમાં દોષી ઠેરવાયા બાદ લિટિલને 2014માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સૈમ્યુલને પોતે કદી નહીં ઝડપાય તેવો વિશ્વાસ હતો અને તેના દ્વારા હત્યા કરવામાં આવી તે લોકોના શબ કદી હાથ નહીં લાગે તેવી ખાતરી હતી.
હાલ જેલની હવા ખાઈ રહ્યો છે આરોપી
સૈમ્યુલ હાલ જેલમાં જ છે પરંતુ એફબીઆઈ તમામ પીડિતને ન્યાય મળે તેવી આશા રાખી રહી છે જેથી તમામ સંબંધિત કેસને બંધ કરી શકાય. 79 વર્ષીય આ આરોપી એક પૂર્વ બોક્સર છે અને તે સૈમ્યુલ મકડોવૈલ તરીકે પણ જાણીતો છે.
2012માં થઈ હતી ધરપકડ
સૌ પ્રથમ 2012માં તેની ડ્રગ્સ સંબંધીત આરોપોને લઈ બેઘર લોકો માટેના કેંટકી સ્થિત આશ્રય ગૃહમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ કેસમાં તેના ડીએનએ પુરાવા મેચ થયા ત્યાર બાદ 2014માં તેને જેલની સજા થઈ હતી. 1987થી 1989 દરમિયાન લોસ એન્જલસમાં તેણે ત્રણ મહિલાઓની મારપીટ બાદ ગળું દબાવીને હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો