હિંદુ સંસ્કૃતિમાં અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આની સાથે-સાથે જ કેટલાંક વ્રતોનું પણ પાલન કરવામાં આવે છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે કે, જે આપને ખુબ ઉપયોગી સાબિત થશે. હિંદુ કેલેન્ડરના છેલ્લાં મહિના એટલે કે, ફાગણ સુદપક્ષની એકાદશી 25 માર્ચનાં રોજ છે.
પંચાંગ ભેદને લીધે સમગ્ર દેશના થોડા ભાગમાં આ વ્રત 24 તારીખના રોજ પણ કરવામાં આવશે. આ વ્રતને પુરાણોમાં આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. થોડા વૈષ્ણવ તીર્થ સ્થાનોમાં આ દિવસથી જ 6 દિવસના હોળી ઉત્સવની શરૂઆત થતી હોવાથી તેને ‘રંગભરી એકાદશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અન્ય એકાદશીની જેમ જ આ દિવસે પણ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા રહેલી છે કે, જે વ્યક્તિ આમલકી એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ-વિધાન સાથે રાખે છે, તેમને ભગવાન વિષ્ણુના આશીર્વાદની સાથે-સાથે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે.
હિંદુ કેલેન્ડર મુજબ વર્ષની અંતિમ એકાદશી :
હિંદુ પંચાંગ મુજબ દર પક્ષની 11મી તિથિને એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તે દર મહિનામાં 2 વખત આવે છે. પૂનમ બાદ આવતી એકાદશીને વદ પક્ષની એકાદશી તેમજ અમાસ બાદ આવતી એકાદશીને સુદ પક્ષની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ફાગણ મહિનો ચાલી રહ્યો છે. જે હિંદુ કેલેન્ડર મુજબ વર્ષનો અંતિમ મહિનો છે.
પદ્મ પુરાણમાં થયો ઉલ્લેખ :
આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. આમલકીનો અર્થ આંબળા થાય છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુએ આંબળાને આદિ વૃક્ષ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કર્યું હતું. આની સાથે જ એવી પણ માન્યતા રહેલી છે કે, આમલકી એકાદશીના દિવસે આંબળા તથા શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આની સાથે જ આમલકી એકાદશીનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જેથી આજનાં દિવસે પૂજા કરવાથી પરિવારમાં સુખ તથા પ્રેમનું વાતાવરણ જળવાયેલું રહે છે.
ગરૂડ પુરાણઃ લક્ષ્મીજીના આંસૂથી આંબળાના વૃક્ષની ઉત્પત્તિ થઇ હતી :
ગરૂડ પુરાણમા જણાવાયું છે કે, આજનાં દિવસે લક્ષ્મીજીના આંસૂથી આંબળાના ઝાડની ઉત્પત્તિ થઇ હતી. આંબળાના વૃક્ષમાં ત્રિદેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ)નો વાસ રહેલો હોવાનું માનવામાં આવે છે. બ્રહ્માજી આંબળાના ઉપરના ભાગમાં, શિવજી મધ્ય ભાગમાં તથા ભગવાન વિષ્ણુ આંબળાની જડમાં વાસ કરે છે.
આની સાથેજ એવી પણ માન્યતા રહેલી છે કે, જે ભક્તો આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના તેમજ આંબળાના વૃક્ષની પૂજા કરે છે, તેમને પુણ્યકાળની પ્રાપ્તિ થાય છે. જેથી આજના દિવસે ભક્તોએ પૂજા કરવી જોઈએ. જેથી યોગ્ય ફળપ્રાપ્તિ થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle