કળયુગ પહોચ્યો ચરમસીમાએ: સગી માતાએ જ ચાર માસુમ બાળકીની કરી નિર્મમ હત્યા

હરિયાણાના મેવાત જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયાના પીપરૌલી ગામમાં એવી ઘટના બની હતી કે, જોતજોતામાં ચર્ચાનો વિષય બની હતી. આ ગામમાં રહેતી એક માતાએ તેની ચાર બાળકીઓની ચાકુ વડે હત્યા કરી નાખી હતી અને આખરે તેણે પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ચાર નિર્દોષ યુવતીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શુક્રવારે સવારે આ ઘટના બની હતી. ચારે ચાર યુવતીઓ એટલી ગંભીર રીતે ઘાયલ થઇ હતી કે, કોઈના જીવતા રહેવાની સંભવના નહોતી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મહિલાનો પતિ સવારે ઉઠ્યો અને તેણે જોયું કે, આખા ઘરમાં ચારેતરફ લોહી લોહી પડેલું હતું. તેણે જોયું કે, તેની ચારેય પુત્રીઓ મરી ગઈ છે. તે જ સમયે, પત્ની લોહીથી લથબથ પીડાઈ રહી હતી. આ બધું જોઈને તે ચીસો પાડવા લાગ્યો. અવાજ સાંભળીને પડોશીઓ દોડી આવ્યા હતા. ઓરડાના દ્રશ્ય જોઈને પાડોશીઓના હોશ પણ ઉડી ગયા. પાડોશીએ આ તમામ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

પતિની ફરિયાદના આધારે હત્યાનો કેસ દાખલ
સમાચાર મળતા જ એસપી નરેન્દ્રસિંહ બિજરિયન ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી આરોપી મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તેની હાલત નાજુક છે. પોલીસે તેના પતિ ખુર્શીદના નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધ્યો છે. મરનાર યુવતીઓમાં 7 વર્ષીય મુસ્કાન, 4 વર્ષની મિસ્કીના, 3 વર્ષીય અલ્શીફા અને ચાર મહિનાની અરેબીનાનો સમાવેશ થાય છે.

ઘટનાનું કારણ સ્પષ્ટ નથી
મહિલાએ આ પગલું કેમ ભર્યું તે અંગે કંઈ સ્પષ્ટ નથી. આ કેસની તપાસમાં સામેલ પોલીસ પણ કંઇ કહેવા તૈયાર નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ચાર પુત્રી હોવાના કારણે મહિલા માનસિક રીતે પરેશાન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *