હીરોપંતી દેખાડવા જતા નીકળી હેકડી દેખાઈ ગયા યમરાજ, તમારે દર્શન કરવા હોય તો જુઓ વિડિયો

Train Viral Video: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ઘણા લોકો જાતભાતના સ્ટંટ કરતાં જોવા મળે છે. લોકોના માથે આ રીલ બનાવવાનું (Train Viral Video) ભૂત એટલું સવાર થયું છે કે પોતાના જીવને જોખમમાં મુકતા પણ અચકાતા નથી. લાઈક અને કમેન્ટ જાણે આ લોકોનો શ્વાસ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.

એવામાં સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ચાલુ ટ્રેન દરમિયાન છત પર જઈને સ્ટંટ કરતો દેખાઈ રહ્યો છે. બદનસીબે ત્યારે જ આ વ્યક્તિ સાથે એવી દુર્ઘટના થાય છે કે  જોનારાઓની આત્મા કંપી ઉઠી છે.

ફુલ સ્પીડમાં જતી ટ્રેન પર સ્ટંટ કરતા દેખાયો વ્યક્તિ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ફૂલ સ્પીડમાં જતી ટ્રેનમાંથી બહાર લટકી સ્ટંટ કરતો જોવા મળે છે. હદ તો ત્યારે થઈ જાય છે ત્યારે આ વ્યક્તિ સ્ટંટ કરતા કરતા ટ્રેનની છત પર ચડી જાય છે. અને ત્યાં ઉભા થઈને વીજળીના તારની નીચે મોતનો ખેલ કરવા લાગે છે.

એવામાં એકાએક આ વ્યક્તિને જોરદાર વીજળીનો ઝટકો લાગે છે અને તેના શરીરમાં આગ લાગે છે. અને તે ખરાબ રીતે દાઝી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેન પર સ્ટંટ કરવાની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. રેલ્વે પોલીસ અને પ્રશાસન વારંવાર ચેતવણીઓ જાહેર કરે છે, પરંતુ યુવાનોમાં વિડીયો બનાવવાની ચાહત તેમને યમરાજની નજીક લઈ જાય છે. સબ નસીબે આ વ્યક્તિનો જીવ બચી ગયો છે.

લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયાઓ
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લગભગ 3,94,000થી વધારે લોકોએ જોયો છે. હવે લોકો આ વિડીયો પર પોતાના પ્રતિસાદ આપી રહ્યા છે. એક વ્યક્તિ લખે છે કે રીલ બનાવતા બનાવતા રેલ બની ગઈ, સ્વાદ આવી ગયો હશે. તો અન્ય એક વ્યક્તિ લખે છે કે આશા છે કે હવે રીલ બનાવવાનું ભૂત ઉતરી ગયું હશે. તો ત્રીજા એક યુઝરે લખ્યું કે કદાચ યમરાજ વેકેશન પર છે.