યમુના એક્સપ્રેસ પર રવિવારે વહેલી સવારે ખતરનાક સડક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકો ઘાયલ થયા છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારને ઘણું નુકસાન થયું હતું.
રવિવારે સવારે 4:50 કલાકે બીટા -2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો દિલ્હીના રહેવાસી હોય તેવું જાણવા મળી રહ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઓલા કેબ યુપીના ઔરૈયાથી દિલ્હી તરફ જઇ રહી હતી. કારમાં 5 લોકો હતા. વહેલી સવારે એક ઓલા કેબ પાછળથી એક્સપ્રેસ હાઇવેની બાજુમાં પાર્ક કરેલી તૂટેલી ટ્રકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બે લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોમાં સંતોષ કુમાર, ઉષા દેવી અને સત્પલસિંહનો સમાવેશ છે. જ્યારે સોનુ સિંહ અને પ્રતાપસિંહ ઘાયલ થયા છે.
ઘાયલોને કૈલાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.