મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઈ! જાણો કોણે રચ્યું હતું આખા સુરતને પરમાણું બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું 

સુરત(Surat): આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન(IM)ના સહ-સ્થાપક યાસીન ભટકલ(Yasin Bhatkal) પર હવે દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવશે. કોર્ટે ભટકલ, મોહમ્મદ દાનિશ અંસારી(Mohammad Danish Ansari) અને અન્ય 11…

સુરત(Surat): આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન(IM)ના સહ-સ્થાપક યાસીન ભટકલ(Yasin Bhatkal) પર હવે દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવશે. કોર્ટે ભટકલ, મોહમ્મદ દાનિશ અંસારી(Mohammad Danish Ansari) અને અન્ય 11 લોકો સામે 2012માં ભારત વિરુદ્ધ યુદ્ધ કરવાનું કાવતરું ઘડવા બદલ આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે.

પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું કે, ભટકલ અને અન્ય એક આરોપીની ચેટ પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ કથિત રીતે સુરતમાં પરમાણુ બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડ્યું હતું. એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે કહ્યું કે, આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે આ પૂરતા આધાર છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ભટકલમાંથી અનેક વિડીયો ક્લિપ્સ મળી આવી છે, જેમાં જેહાદના નામે બિન-મુસ્લિમોની હત્યાને યોગ્ય ઠેરવવામાં આવી છે. આ સિવાય વિડીયો ક્લિપમાં ઘણી વાંધાજનક વાતો કહેવામાં આવી હતી.

કોર્ટે સમગ્ર મામલામાં કહ્યું કે, ભટકલ ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યો હતો. આ વાત સાક્ષીઓના નિવેદનોથી સાબિત થાય છે. કોર્ટે યાસીન ભટકલ, ઈમરાન ખાન, અંસારી, મોહમ્મદ આફતાબ આલમ અને સૈયદ સામે આરોપો ઘડ્યા છે. આ સાથે જ કોર્ટે ઓબેદ ઉર રહેમાન, મોહમ્મદ તહેસીન અખ્તર, અસદુલ્લાહ અખ્તર, ઉઝૈર અહેમદ, હૈદર અલી અને જિયા ઉર રહેમાન સામે પણ આરોપો ઘડ્યા છે. આ સાથે જ કોર્ટે મંઝર ઈમામ, અરિઝ ખાન અને અબ્દુલને આરોપોમાંથી મુક્ત કર્યો છે.

વર્ષ 2015માં દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે, અલકાયદા AQIS દ્વારા ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન પોલીસે અન્યો સાથે મોહમ્મદ આસિફની ધરપકડ કરી હતી.ઈન્ડિયન મુજાહિદ્દીનના ચીફ યાસીન ભટકલે વર્ષ 2013માં અલકાયદાની ગતિવિધિઓને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે બે લોકો ભારતમાં અલકાયદાનું કામ જોઈ રહ્યા છે. આ પછી, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ ભટકલના દાવાની ઊંડી તપાસ કરી અને આસિફની ધરપકડ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *