દિલ્હીમાં CAA સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે પથ્થરમારો, કોન્સ્ટેબલ સહિત પાંચના મોત- જાણો વિગતે

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં હિંસક બન્યું છે, ત્યારે નાગરિકતા સંશોધન અધિનિયમ કાયદાને પગલે વધેલી બબાલ બેકાબૂ બની ગઈ છે. CAA સામે થઈ રહેલા પ્રદર્શનમાં સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા છે. સોમવારે દિલ્હીમાં મૌજપુરમાં જોરદાર પથ્થરમારા બાદ કેટલીક ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે અને ભજપનપુરામાં એક પેટ્રોલપંપ સળગાવી દેવામાં આવ્યો છે. જેથી પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા.

છેલ્લા ૪૮ કલાકથી દિલ્હીમાં ભડકેલી હિંસા મામલે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે મહત્વનું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે ભાજપના જ નેતા કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ગૌતમ ગંભીરે હિંસા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દિલ્હીની હિંસા પાછળ જે લોકો જવાબદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. પછી તે ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેમ ન હોય. જો કોઇ નેતાએ ભડકાઉ ભાષણ આપ્યું હોય તો તેની સામે પગલાં ભરવા જોઇએ.

આ સમગ્ર મામલો સોમવાર બપોરે 3.30 વાગ્યાની આસપાસનો છે. ઝાફરાબાદની તરફથી ભીડ ઘોંડા ચોકની તરફ પથ્થરમારો કરતાં આગળ વધવા લાગી. તેની પાછળ કેટલીય ગાડીઓને ફૂંકી દીધી હતી. પોલીસ ભીડને રોકવા માટે આગળ વધ્યું તો એક યુવક બંદૂક દેખાડતા આગળ આવવા લાગ્યો. પોલીસકર્મીએ હિંમત કરી તેને રોકવાની કોશિષ કરી છતાં તે સતત ફાયરિંગ કરવા લાગ્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી માંડી પોલીસ કમિશનર સુધી એલર્ટ

હિંસક ઘટનાને ગૃહ મંત્રાલયે પણ ગંભીરતાથી લીધી છે. દિવસભર થયેલા હોબાળા અંગે પોલીસ પાસેથી સતત માહિતી મેળવવામાં આવી રહી છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સીનિયર પોલીસ અધિકારી ઘટના સ્થળે તહેનાત છે. દિલ્હી પોલીસ અધિકારી અમૂલ્ય પટનાયક કંટ્રોલ રૂમમાં સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. મંત્રી ગોપાલ રાય મોડી રાતે એલજીને મળવા તેમના ઘરે ગયા હતા.

એક હેડ કોન્સ્ટેબલનું મોત

હાલમાં જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ભજનપુરા, અને કરાવલનગરમાં તણાવનો માહોલ સર્જાયો છે. મૌજપુરની હિંસામાં 37 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, શાહદરાના ડીસીપી અમિત શર્માને ગંભીર ઈજા પહોંચી છે જેથી તેમને સીટી સ્કેન માટે લઇ જવામાં આવ્યા છે. એક ACP ગોકુલપુરીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

મૌજપુર નહેર રોડ પર શેઠ ભગવાન દાસ સ્કૂલની સામે ઉપદ્રવીઓએ દુકાનોમાં આગ લગાવી દીધી. દુકાનોમાં આગ લગાવ્યા બાદ ભીડ ઝાફરાબાદની તરફથી ઘોડાચોક જે મૌજપુર ચોકથી નજીક જ આવેલ છે ત્યાં ઉપદ્રવીઓ આગળ વધવા લાગ્યા. બંને બાજુથી પથ્થરમારો થવા લાગ્યો. પોલીસવાળાઓએ ઉપદ્રવીઓને સમજાવાની કોશિષ કરી. આ દરમ્યાન એક યુવકે બંદૂક કાઢી. એક પોલીસકર્મીએ તેને રોકવાની કોશિષ કરી પરંતુ તે થોભ્યો નહીં.

સીનિયર અધિકારીઓ ઘટનાસ્થળ પર

ગૃહમંત્રાલયના સૂત્રો મુજબ હાલમાં હાલત કાબૂમાં છે, પરંતુ આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. હાલમાં સીનિયર અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને ગૃહમંત્રાલય સતત દિલ્હી પોલીસના સંપર્કમાં છે. જો કે, દિલ્હીના પોલીસ કમિશ્નર હાલમાં પોલીસ કંટ્રોલરૂમાં છે, જેઓ ઘટનાસ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પાસેથી સતત વિગતો લઇ રહ્યા છે. સીપી ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકત કરી શકે છે. ઉલ્લેખનય છે કે, જાફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ષડયંત્રપૂર્વક હુમલાઓ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *