જબ જબ ચુનાવ આતા હૈ, રામ નામ યાદ આતા હૈ, આ કહેવત લોકમુખે ભાજપ માટે સંભળાતી હોય છે તેને યથાર્થ કરતા હિન્દુત્વના એજન્ડા પર બીજેપી વતી રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં ઉતરેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વોટ માટે ભગવાનને પણ નથી છોડી રહ્યા. રાજસ્થાનના અલવરમાં બીજેપી ઉમેદવાર માટે બજરંગબલીના નામ પર વોટ આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે, બજરંગબલી દલિત હતા.
રાજસ્થાનના અલવર જિલ્લાના માલાખેડામાં જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું કે, બજરંગબલી એક એવા લોકદેવતા છે, જેઓ સ્વયં વનવાસી છે, ગિરવાસી છે, દલિત અને વંચિત છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એ એમ પણ કહ્યું કે, ચૂંટણીમાં રામ ભક્ત બીજેપીને વોટ આપે અને રાવણ ભક્ત કોંગ્રેસને મત આપે. ભરતપુરમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે બીજેપી ઔરંગઝેબ જેવા લોકોથી રક્ષા કરી શકે છે. રામ રાજ્ય લાવવા માટે બીજેપી ઉમેદવારને જીતાડો.
થોડા સમય અગાઉ જ યોગીએ રેલવે સ્ટેશન અને શહેર ના નામ બદલીને દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી.