આવું ફેશિયલ કરાવવા માટે પૈસા નહીં જીગર જોઈએ, જોઈને તમે પણ એવું જ કહેશો

Salon viral video: જો તમે કોઈ શરીરમાં ફેશિયલ કરાવ્યું હશેM, તો તમને ખબર જ હશે કે ફેશિયલ કઈ રીતે થાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ સલૂન વાળા વીડિયોમાં (Salon viral video) વાળંદ જે રીતે એક વ્યક્તિનું ફેશિયલ કરતો દેખાઈ રહ્યો છે તે જોઈને લોકોમાં ભયનો માહોલ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ સલૂન વાળાએ એવું તે શું કર્યું કે લોકોમાં ડરનો માહોલ છે?

ફેશિયલ કરવાની આવી રીત તમે નહીં જોઈ હોય
વાયરલ થઈ રહેલ આ વીડિયોની શરૂઆત સામાન્ય સલૂન હોય તેવી રીતે જ થઈ. પરંતુ ત્યારબાદ જોવા મળ્યું કે ફેશિયલ કરાવવા માટે આવેલા છોકરાના ચહેરા પર એક સફેદ પેસ્ટ લગાડેલી છે. વાળંદ પહેલા થ્રેડિંગ ટેકનીકથી ફેશિયલ કરે છે. તે તો ઠીક હતું પરંતુ જ્યારે તેણે રસોડામાં શાક કાપવા માટે વપરાતા ચાકુનો ઉપયોગ કર્યો તો લોકો હેરાન રહી ગયા. ત્યારબાદ તે ચાકુને છોકરાના ચહેરા પર ફેરવવા લાગ્યો અને સ્કીન સાફ કરવા લાગ્યો. એક પળ માટે તો એવું લાગ્યું કે સલૂનમાં બેઠેલા છોકરાની આત્મા તેના શરીરમાંથી નીકળી ગઈ હોય.

 

View this post on Instagram

 

A post shared by Pure Massage (@puremassageworld)

વિડિયો બિહારનો હોવાનું સામે આવ્યું છે
આમ કરતા કરતા સલૂન વાળો વ્યક્તિ તે છોકરાનું ફેશિયલ પૂરું કરે છે. જોકે આ એક નવો અનુભવ હતો તેમ છતાં આ દરમિયાન કોઈ દુર્ઘટના બની ન હતી. આ વીડિયોને instagram પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને લાઈક કરી ચૂક્યા છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો બિહારના કોઈ શહેરનો છે. વિડીયો પર તમામ લોકોએ કોમેન્ટ કરી ખૂબ મજા લીધી હતી.