આજના આધુનિક સમયમાં મોટાભાગનાં બાળકો મોબાઈલમાં રમત રમવાં પાછળ કોઈની હત્યા કરી નાંખતા હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. લુડો ગેમ રમતાં કુલ 10 લાખ રૂપિયાનું દેવું કરનાર ભાભર ગામના એક યુવકનો મૂર્તદેહ બુધવારનાં રોજ થરાદ તાલુકામાં આવેલ જમડા ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.
જો કે, નાણાંની કડક ઉઘરાણીથી ત્રાસીને યુવકે આપઘાત કરી લીધો હોય અથવા તો તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપની સાથે જ્યાં સુધી કુલ 6 શખ્સોની વિરુદ્ધ ગૂનો ન નોધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો પરિવારજનો દ્વારા ઇન્કાર કરી દેતાં ભારે ઉત્તેજના પ્રસરી છે.
થરાદ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પાણીના વહેણની સાથે મહાજનપુરા પુલ નજીક એક યુવકનો મૃતદેહ તણાઈ આવતો હોવાની રાહદારીને જાણ થઇ હતી. જેથી નગરપાલિકાની ફાયરટીમને જાણ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પાલિકાના તરવૈયા સુલતાન મીરે જમડા ગામના પુલની નીચેથી થોડે આગળ નહેરમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
અહીં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આ દરમિયાન ઘટનાસ્થળ પર પહોચેલી પોલીસની ટીમ દ્વારા મૃતદેહની તપાસ કરતાં ખિસ્સામાંથી એક મોબાઈલ અને 500 ના દરની 7 નોટ તથા 50ની 3 નોટો મળી કુલ 3,650 રૂપિયા રોકડ મળી આવ્યા હતા.
પોલીસ તપાસ વખતે તેના પરિવારજનો શોધતાં શોધતા ત્યાં આવી પહોચ્યા હતા. જેમણે યુવકની ઓળખ કરતાં તે ભાભરમાં આવેલ અંબેશ્વર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય પિયુષભાઈ અરવિંદભાઈ ઠક્કર હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસ દ્વારા મૃતદેહ થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.
આ અંગે મૃતકના મોટાભાઇ સંજયભાઇ ઠક્કરે આરોપ કરતાં કહ્યું હતું કે, શાકભાજીનું વેચાણ કરીને મારો ભાઇ પરિવારને મદદરૂપ થતો હતો. છેલ્લા 2 માસથી લુડો ગેમના સટ્ટામાં કુલ 10 લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતુ. જેમાં કુલ 4 લાખ રૂપિયા તો ચૂકવી દીધા હતા.
બાકીના નાણાંની ભરપાઈ કરવાં માટે ભાભરના 5 તેમજ પાટણનો 1 શખ્સ મારા ભાઇની પાસે કડક ઉઘરાણી કરતાં હતા. જેમના ત્રાસને લીધે તેણે કેનાલમાં પડીને આપઘાત કર્યો છે અથવા તો તેની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી આ શખ્સોની વિરુદ્ધ ગૂનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહનો સ્વિકાર કરવામાં આવશે નહિ.
યુવક સોમવારે વહેલી સવારમાં બાઇક લઇને નીકળ્યો હતો :
પિયુષ ઠક્કર સોમવારની વહેલી સવારમાં ઘર પરથી બાઇક લઈને નીકળ્યો હતો. જો કે, મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ ભાભર પોલીસ મથકે ગુમ થયાની લેખિત અરજી આપી હતી. આની સાથે જ પિયુષનું મોટરસાઈકલ ભાભર તાલુકામાં આવેલ સનેસડાની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર પાસેથી મળી આવી હતી.
યુવકે નહેરમાં ઝપલાવ્યું હોવાની આશંકાઓને લઈ તેના સગા સબંધીઓ બુધવારનાં રોજ મુખ્ય નહેર પરના રસ્તે ચાલી શોધવા માટે નીકળ્યા હતા. આની સાથે જ મૃતદેહ મળી આવ્યો હતો તે સ્થળે પહોચી ગયાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle