Girl molested West Bengal: પશ્ચિમબંગાળના બેરકપુરના સોદપુરમાં એક હૈયુ હચમચાવતી ઘટના બની હતી. એક સગીર વયની છોકરી સાથે રેલ્વે સ્ટેશનના સૌચાલયમાં છેડતી કરવામાં આવી હતી. (Girl molested West Bengal) પરપ્રાંતીય એક યુવકે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકોએ આરોપીની ધોળાઈ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર 17 વર્ષીય સગીર યુવતી પોતાના દાદા સાથે ફતુલ્લાપુરથી આવી રહી હતી. તેમને રાજસ્થાન જવાનું હતું. સોદેપુર સ્ટેશન પાસે તબિયત ખરાબ થવાને કારણે તેના દાદા ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને પોતાની બહેનને સ્નાન કરાવવા લઈ ગયા હતા. ત્યારબાદ આ યુવતી પણ બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. એટલી જ વારમાં આરોપી યુવક પણ શૌચાલયમાં આવ્યો અને તેનો હાથ પકડી લીધો. યુવતીએ આરોપ લગાવ્યો છે કે તેણે તેના ગુપ્તાંગ પર હાથ ફેરવ્યા હતા અને છેડછાડ કરી હતી.
આ યુવતીના બુમબરાડા સાંભળી તેના દાદા તરત જ બાથરૂમમાં આવી ગયા હતા. આસપાસના લોકોએ પણ આ અવાજ સાંભળી ત્યાં પહોંચી ગયા હતા. લોકોએ આરોપીને પકડી પાડ્યો હતો અને તેની પિટાઈ કરી હતી. ઘટના અંગે જાણકારી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App