Stunt Viral Video: સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની ઘેલછા લોકોને મોત સુધી દોરી જાય છે. આપણે રોજ એવા કિસ્સાઓ સંભાળીએ છીએ જેમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાઓ મોતને ભેટી પડે છે. ત્યારે વધુ આવું એક કિસ્સો સામે છે. જેમાં યુવક રીલ બનવવાની(Stunt Viral Video) ઘેલછામાં પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજે છે. યુવકને સ્ટંટ કરવાનો ઘણો શોખ હતો અને તે સ્ટંટ કરતી વખતે જ મૃત્યુનો શિકાર બને છે.
યુપીના સીતાપુરના નીરજ નામના યુવક માટે રીલ બનાવવી મોંઘી સાબિત થઈ. રીલ બનાવતી વખતે ટ્રેક્ટર નીચે કચડાઈ જતાં યુવકનું મોત થયું હતું. બનાવને પગલે યુવકના પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવક અત્રિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હિંમત નગરનો રહેવાસી હતો. નીરજને રીલ બનાવવાનો ખૂબ જ શોખ હતો, તે હંમેશા અલગ-અલગ સ્ટંટ કરતી વખતે રીલ બનાવતો હતો. શનિવારે નીરજ પોતાના ટ્રેક્ટરમાં કોઈ કામ માટે લખનૌઉ જિલ્લાના ઈટૌંજા ગયો હતો, જ્યાં તે એક ટ્રેક્ટરને બીજા ટ્રેક્ટર સાથે બાંધીને ખેંચવાનો સ્ટંટ કરી રહ્યો હતો. નીરજના આ સ્ટંટને જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
નીરજ તેના ટ્રેક્ટર સાથે બીજા ટ્રેક્ટરને ખેંચી રહ્યો હતો ત્યારે તેનું ટ્રેક્ટર પાછળની તરફ પલટી ગયું, જેના કારણે નીરજ તેની નીચે દબાઈ ગયો. ગંભીર રીતે ઘવાયેલા નીરજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ નાસભાગ મચી ગઈ હતી. માહિતી મળતાં જ પહોંચેલા પરિવારજનોએ પોલીસની વાત સાંભળ્યા વિના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો.
રીલ બનાવતી વખતે વિદ્યાર્થીનીનું મોત
ત્યારે હાલમાં જ ઉત્તરાખંડમાંથી પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ઉત્તરાખંડના રૂરકીમાં 2 મેના રોજ રીલ બનાવતી વખતે એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું. 20 વર્ષીય વૈશાલી એક મિત્ર સાથે રહીમપુર રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ઉભી હતી અને મોબાઈલ ફોનથી ‘રીલ’ બનાવી રહી હતી, ત્યારે તે ટ્રેનની અડફેટે આવી ગઈ હતી.
રૂરકીના શિવપુરમ કોલોનીમાં તેના મામાના ઘરે રહીને તે કોર એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણી તેના મિત્ર સાથે શિવપુરમ કોલોની પાસે રહીમપુર રેલ્વે ફાટક જોવા ગઈ હતી. આ દરમિયાન બંને મિત્રો રેલ્વે ટ્રેકની બાજુમાં ઉભા રહીને મોબાઈલ ફોનથી રીલ બનાવવા લાગ્યા હતા. ત્યારે અચાનક એક ટ્રેન હરિદ્વારથી સહારનપુર તરફ જઈ રહી હતી, વૈશાલી તેની સાથે અથડાઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App