21 year old youth died in Surat: ગુજરાતનું યુવાધન અવડા રવાડે ચઢી રહ્યું છે. આજનો યુવાન વ્યસનની ખાડીમાં કેમ દોરાઈ રહ્યો છે? શું તેમને ખબર નથી કે આ વ્યસન શરાબ, ચરસ વગેરે તેમની જિંદગી નર્ક બનાવી દેશે. આ યુવાનો ક્યાં તો કોલેજના ભણતા વિદ્યાર્થીઓ હોય છે અથવા તો ત્રીસથી ચાલીસ વર્ષના યુવાનો હોય છે. અનેક નશાના કારણે કેટલાક લોકોના જીવ ગયા હોઈ તે પ્રકારના પણ કિસ્સાઓ સામે આવી ચૂકયા છે. તો પણ યુવાનોને કોઈ જ ડર નથી. ત્યારે આજે ફરીએક વાર તાડી પીવાના કારણે એક યુવકનું મૃત્યુ(21 year old youth died in Surat) થયું હોવાનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં 21 વર્ષીય યુવકનું રહસ્યમય મોત નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તાડી પીને ઘરે આવેલો યુવક ઘર બહાર જ ઢળી પડ્યો હતો. યુવક ના ખિસ્સામાંથી તાડીની પોટલી પણ મળી આવી છે. એકના એક દીકરાના મોતથી પરિવારજનોમાં ભાગદોડ મચી ગઈ હતી. 108ને જાણ કરતાં ઘરે પહોંચેલી ટીમે મૃત જાહેર કર્યો હતો. હાલમાં આ યુવકના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે.
મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનો 21 વર્ષીય અંબાદાસ સુરેશ પાટીલ ભેસ્તાન વિસ્તારમાં આવેલા જય અંબે નગરમાં પરિવાર સાથે રહેતો હતો. અંબાદાસના પરિવારમાં માતા-પિતા અને ત્રણ બહેન છે. અંબા દાસ પરિવારનો એકનો એક દીકરો હતો અને છૂટક મજૂરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
આ અંગે અંબાદાસના પરિવારે જણાવ્યું હતું કે, મજૂરી કામ પરથી અંબાદાસ સોમવારની રાત્રે આઠ વાગ્યે તાડી પીને ઘરે આવ્યો હતો. તે ઘરની બહાર ઢળી પડયો હતો. પરિવારજનોએ યુવકને ઉપાડીને ઘરમાં ખાટલા પર સુવડાવાયો હતો. ત્યારબાદ 108 બોલાવી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. ઘટનાની જાણ બાદ ભેસ્તાન પોલીસ પણ દોડી ગઈ હતી. અંબાદાસના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમ કરાયું છે. હાલ તપાસ ચાલી રહી છે.
યુવકનું મોત તાડી પીવાથી થયું કે પછી હાર્ટએટેકથી તે જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાયું છે. ચિંતાગ્રસ્ત સમાજના આગેવાને કહ્યું કે, યુવક છેલ્લા ચારેક વર્ષથી તાડીનો બંધાણી બની ગયો હતો. તાડી પીને આવ્યા બાદ જ પડી ગયો હતો. જેથી અમને આશંકા છે કે, ઝેરી તાડી પીવાથી મોત થઈ શક્યું હોય. માટે આ પ્રકારની તાડી સહિતના નશાકારક ચીજોના વ્યસનોથી યુવાનોએ દૂર રહેવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube