આ પાછું નવું આવ્યું: જુવાન દીકરાએ પોતાની માતાના કરાવ્યા બીજા લગ્ન, જાણો સમગ્ર મામલો

Marriage Viral News: સોશિયલ મીડિયામાં એક કદાચ ક્યારેય ન બની હોય તેવી ઘટના વાયરલ થઈ રહી છે. જેમાં એક યુવાન છોકરાએ પોતાની માતાના બીજી વખત લગ્ન કરાવ્યા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના પાકિસ્તાનની જણાવવામાં (Marriage Viral News) આવી રહી છે. 18 વર્ષ બાદ માતાના બીજા લગ્ન દીકરાએ પોતાની નજર સામે જ કરાવ્યા હતા. અને તેને વિદાય આપી હતી. છોકરાનું નામ અબ્દુલ અહદ છે. તેણે પોતાની માતાના લગ્નનો વિડીયો પોતાના instagram એકાઉન્ટ પર શેર કર્યો અને જણાવ્યું કે તેની માતાએ તેના ઉછેર માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. આજે 18 વર્ષ બાદ ફરીથી તેમના લગ્ન થતાં જોઈ હું ખૂબ ખુશ છું.

દીકરાએ વિડીયો શેર કરી વ્યક્ત કરી ખુશી
Instagram પર શેર કરવામાં આવેલ આ ઈમોશનલ વીડિયોમાં અબ્દુલ અહેમદ પોતાની માતા સાથે વિતાવેલી અનમોલ ક્ષણોને પણ વિડિયો દ્વારા શેર કરી છે. આ વીડિયોમાં નિકાહનો વિડીયો પણ સામેલ છે. અબ્દુલએ વીડિયોમાં જણાવ્યું કે છેલ્લા 18 વર્ષથી મેં મારી માતા ને મારી હેસિયત મુજબ ખાસ જીવન આપવાની પૂરી કોશિશ કરી કારણ કે તેમણે મારા ઉછેર માટે તેનું જીવન બલિદાન કરી દીધું. આખરે તે પોતાના શાંતિપૂર્ણ જીવનની હકદાર હતી એટલા માટે એક દીકરા તરીકે મેં મારી ફરજ બજાવી છે.

દીકરાના આ નિર્ણયનું લોકોએ સન્માન કર્યું
આ વિડીયો બાદ અબ્દુલ એક વધુ પોસ્ટ શેર કરી. જેમાં દુલ્હન બનેલી પોતાની માતાની તસવીર શેર કરી છે. તેની સાથે જ અબ્દુલ એ કેટલીક ખાસ પંક્તિઓ પણ લખી છે. જેમાં લખ્યું છે કે હિચકીચાહટને કારણે મારે આ તસ્વીર શેર કરવામાં ઘણું મોડું થઈ ગયું પરંતુ તો તમે બધાએ જે પ્રેમ અને સમર્થન આપ્યું તે ખૂબ મોટી વાત છે.

મેં માતાને જણાવ્યું કે તમે લોકો અમારા નિર્ણય ને આવકાર્યો છે અને તેનું સન્માન કર્યું છે અને અમે બંને તમારા આભારી છીએ. હું દરેક મેસેજ, કમેન્ટ અને સ્ટોરી નો રીપ્લાય નથી કરી શકતો પરંતુ આ વાત જાણી લો કે તમારું દરેક રિએક્શન અમારા માટે ખૂબ મહત્વનું છે. અબ્દુલની આ સ્ટોરી આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.