પાણી પીવાના બહાને યુવકે યુવતીને બાથ તો ભીડી પણ છાતી ઉપર…

ગુજરાતમાં અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પાણી પીવડાવું પરણીતાને મોંઘુ પડ્યું હતું. વાડજ વિસ્તારમાં પાણી પીવડાવાનું કહીને એક યુવકે ભાભીની બહેન સાથે છેડતી કરી હતી. અંતે…

ગુજરાતમાં અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પાણી પીવડાવું પરણીતાને મોંઘુ પડ્યું હતું. વાડજ વિસ્તારમાં પાણી પીવડાવાનું કહીને એક યુવકે ભાભીની બહેન સાથે છેડતી કરી હતી. અંતે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધને લાંછન લાગે એવું કૃત્ય આરોપીએ કર્યું છે. જ્યાં આરોપીએ ભાભીની બહેન સાથે ન કરવાનું કૃત્ય કરી નાખ્યું હતું. જેના બાદ તે ફરાર થઈ ગયો હતો. શહેરના વાડજ વિસ્તારમાં પરણિતા રહે છે અને તેનો પતિ નોકરી કરે છે પરણિતાના માસીની દીકરી તેના પતિ અને દિયર સાથે રાણીપ વિસ્તારમાં રહે છે. ફરિયાદીની બહેન અને તેનો દિયર અવાર-નવાર તેને મળવા માટે તેના ઘરે આવતા હતા. મંગળવારે આરોપીનો ફરિયાદી ઉપર ફોન આવ્યો હતો કે, તે અને તેની ભાભી તેને મળવા માટે આવે છે. ફરિયાદીએ હા પાડતા આરોપી ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. જો કે, ઘરે પહોંચેલ આરોપીનો ઈરાદો જ કંઈક અલગ હતો અને ઈરાદાપૂર્વક પોતાની ઈચ્છાપૂવર્ક આગળ વધ્યો હતો.

આરોપી યુવક

જો કે, પરણિતા સાથે થયેલ વાત વિરુદ્ધ આરોપી તેની ભાભી સાથે નહિ, પરંતુ એકલો જ ઘરે આવ્યો હતો. ફરિયાદી પરણિતાએ આ અંગે પૂછતા આરોપીએ કહ્યું કે, પહેલા તમે પાણી આપો, પછી હું કારણ કહું છું. પરણિતા પાણી લેવા અંદર ગઈ ત્યારે આરોપીએ પાછળથી તેની કમર પકડી લીધી હતી. ફરિયાદીએ છૂટવાનો પ્રયાસ કરતા આરોપીએ તેને બંને હાથ વડે પકડી લીધી હતી અને છાતીના ભાગે હાથ નાખીને તેની કુર્તી ફાડી નાખી હતી. જે બાદમાં ફરિયાદીએ પોતાના બચાવમાં બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. આ સમયે આરોપી ત્યાંથી  ભાગી છૂટયો હતો.

બાદમાં યુવતીએ ફોન કરીને તેના પતિ તેમજ અન્ય લોકોને બોલાવ્યા હતાં. પરણિતાના પતિ, માતા અને બહેન આવી જતાં સમગ્ર મામલે આરોપીના ફૂવાને જાણ કરવામાં આવી હતી. આ મામલે સાબરમતી વિસ્તારમાં ચેનપુર પેટ્રોલપંપ પાસે આરોપીને બોલાવી સમાધાનની વાત ચાલી રહી હતી. આ સમયે આરોપીએ તેના અન્ય મિત્રો અને ફૂવાએ ફરિયાદી સાથે હાઝગડો કર્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *