નાનાભાઈના મોતનો આઘાત સહન ન થતા મોટાભાઈને આવ્યો હાર્ટઅટેક, 15 મીનીટમાં જ બન્ને ભાઈઓએ દુનિયાને કહી દીધુ અલવિદા

હાલમાં એક એવો સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક સાથે બે ભાઈઓનું 15 મિનિટના અંતરે મૃત્યુ થયું હતું. પહેલા નાના ભાઈનું અવસાન થયું.…

હાલમાં એક એવો સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક સાથે બે ભાઈઓનું 15 મિનિટના અંતરે મૃત્યુ થયું હતું. પહેલા નાના ભાઈનું અવસાન થયું. આ સમાચાર સાંભળીને મોટા ભાઈને હાર્ટઅટેક આવ્યો હતો. જેના કારણે મોટા ભાઈનું પણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, નાનો ભાઈ એક સરકારી શાળામાં શિક્ષક હતો.

નાના ભાઈનું નામ વિજયસિંહ અને મોટા ભાઈનું નામ રામનિવાસ હતું. એક દિવસ તેઓ ખેતરમાં કામ કરતા હતા. આ દરમિયાન વિજયસિંહની તબિયત બગડી હતી. તેથી તેને તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે મૃત્યુ પામ્યો હતો. નાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી તરત જ તેમનો મોટો ભાઇ રામનિવાસ પણ હાર્ટ એટેકમાં મૃત્યુ પામ્યો.

આ કેસ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહો પરિવારને સોંપ્યા હતાં. બાદમાં બંને ભાઈઓનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. વિજયસિંહ સરકારી શાળામાં શિક્ષક હતા, જ્યારે તેમના ભાઇ રામનિવાસ પોસ્ટ ઓફિસમાં હતા.

વિજયસિંહનો પુત્ર મનોજ સૈન્યમાં છે, જ્યારે પુત્રી નેટની તૈયારી કરી રહી છે. રામનિવાસને બે પુત્રી અને એક પુત્ર છે. પુત્રી કવિતાના લગ્ન થઇ ગયાં છે. નાની પુત્રીનું નામ પ્રિયંકા છે. પુત્ર કમલેશ પોલીસમાં છે. એક સાથે બંને ભાઇઓના મોતથી ઘરમાં અરાજકતા છવાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના રાજસ્થાનના શિશિયામાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *