ચંદૌલીમાં એક યુવક ગુનાની દુનિયામાં પગ મુકે એ પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. આ યુવકે બદમાશોની સંગતમાં આવીને પોતાનો વટ પાડવા બંદૂક સાથે તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ચંદૌલી પોલીસે આ ફોટો જોતાની સાથે જ આરોપીને બંદુક સાથે પકડીને જેલમાં મોકલી દીધો હતો.
એક યુવકે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર હથિયાર સાથેનો પોતાનો ફોટો શેર કર્યો હતો. બંદૂક સાથેના આ યુવકનો ફોટો પોલીસની નજર પડતાં જ તેઓએ યુવકને શોધવાનું શરૂ કર્યું. જાણવા મળ્યું કે આ યુવક ચંદૌલી જિલ્લાના બલુઆ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામનો રહેવાસી છે.
શાતીર ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો આ યુવક
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ ફોટો ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહે પણ જોયો હતો, જે પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આ પછી ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહના નિર્દેશ પર બલુઆના એસએચઓ રાજીવ સિંહે કાર્યવાહી કરતા આ યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે જ્યારે તેને પકડીને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આ યુવક સુનીલ યાદવ નામના શાતીર ગુનેગારના સંપર્કમાં આવ્યો હતો. સુનીલ યાદવ તેને પોતાનો સાથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુનીલ યાદવે તેને એક બંદુક આપી હતી, જેની સાથે તેણે તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પરંતુ પોલીસની તત્પરતાથી નિત્યાનંદ પાંડે નામનો આ યુવક ગુનાખોરીની દુનિયામાં ઉતરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલ પોલીસે આ યુવકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.