હિમાચલ: ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર ઝારખંડમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. પરમાણુંમાં બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ESI હોસ્પિટલ પરમાણું મોકલવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શનિવારે કસૌલી-પરમાણું રોડ પર કાલી મિટ્ટી સેક્ટર પાસે હિમાચલ અને હરિયાણા નંબરની બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. આ દરમિયાન કસૌલીમાં રહેતો 21 વર્ષીય રોહિત નીચે પડ્યો હતો ત્યારે પાછળથી આવતા ટેન્કરે તેને કચડી નાખ્યો હતો.
જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કામકાટભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇક સવારને અકસ્માતમાં સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરમાણું પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.