મહાભારતમાંશ્રી કૃષ્ણ ભગવાન દ્વારા અર્જુન ને અપાયેલા ઉપદેશો આપણા જીવનમાં પણ ખુબજ મહત્વપૂર્ણ સાબિત થાય છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિર બાણશૈયા ઉપર સૂતેલા પિતામહ ને મળવા માટે ગયા હતા. યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બનતા પહેલા પિતામહ પાસે રાજા નો ધર્મ હોવો જોઈએ અને રાજ્ય અને રાજકારભાર કઈ રીતે ચલાવવા જોઈએ. આ વિશે યુધિષ્ઠિર બાણશૈયા ઉપર સૂતેલા પિતામહ ને પૂછે છે. પિતામહ ભીષ્મ પાસે માત્ર ત્રીસ દિવસનું જીવન બચ્યું હોય તે સમયે અત્યંત સંતોષકારક અને આજે પણ અસરકારક સાબિત થાય તેવા વિસ્તૃત જવાબો આપે છે.
યુધિષ્ઠિર અને પિતામહ ભીષ્મ પછી થયેલો એ દિવસોમાં જે દરમિયાન એક વખત યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મ અને પૂછે છે કે રાજા થવાનો અધિકાર કોને હોવો જોઈએ? ત્યાર પછી યુધિષ્ઠિર પૂછે છે કે, જ્યારે જ્યારે દુષ્ટ લોકોનું જોર વધી ગયું હોય ત્યારે જે પ્રજાનું રક્ષણ કરે અને દુષ્ટોનો નાશ કરે તે વ્યક્તિ શું રાજા બની શકે છે? આ અંગે પિતામહ ભીષ્મ જવાબ આપતા કહે છે કે, પ્રજાએ દુષ્ટ લોકોનું જોર વધી ગયું હોય ત્યારે જે પ્રજાનું રક્ષણ કરે અને દુષ્ટોનો નાશ કરે તે વ્યક્તિને જ રાજા બનાવવો જોઈએ.
રાજા કેવો હોવો જોઈએ? આ અંગે પિતામહ ભીષ્મ જણાવતા વધુમાં કહે છે કે, સેક્સ જે ગાય દૂધ ના આવતી હોય તે ગાય નકામી છે અને જે બળદ વારના થઈ શકે તે બળદ પણ નકામો છે. આ રીતે આફતના સમયમાં જે રાજા પ્રજાના રક્ષણ ન કરી શકે તે રાજા પણ નકામો છે. કોઈ વ્યક્તિ એલ લાકડામાંથી હાથી બનાવ્યો હોય તે હાથી ભલે હાથીના કદ જેટલો જોઈએ પરંતુ તે હાથી હોતો નથી. કોઈ ખેતરમાં જમીન હોય તે ખેતર માત્ર કહેવા પૂરતો જ ખેતર હોય છે તેમાં કોઇપણ પ્રકારનું અનાજ કે પાક ઉગાડી શકાતા નથી. આવી જ રીતે આફતના સમયે પ્રજાને આફતમાં મૂકીને તેનું રક્ષણ કરવા જ અસમર્થ રહે તેવો રાજા પણ માત્ર કહેવા પૂરતો જ રાજા હોય છે.
પિતામહ ભીષ્મ આ અંગે અંતમાં કહે છે કે, જે પુરુષ ના કારણે રાજ્ય સારી રીતે ચાલી શકતું હોય જે પુરુષને કારણે રાજ્યની સતત વૃદ્ધિ થતી હોય તેવા પુરુષના માથે મુગટ હોય કે ન હોય પરંતુ એ પુરુષ પ્રજા માટે સાચો રાજા બની શકે છે. ત્યાર પછી પિતામહ ભીષ્મ વધુમાં કહે છે કે, રાજાનું કાર્ય એક ઘરમાંથી સ્ત્રીના કાર્ય જેવું જ હોય છે. જેમ એક ગર્ભવતી સ્ત્રી માત્ર ગર્ભમાં ગીત માટે થઈને પોતાનો ગમતો હોય પરંતુ પોતાના ગર્ભ માટે હિતાવહ ન હોય તેવા ખોરાકનો ત્યાગ કરી દેતી હોય છે. એવી જ રીતે રાજાએ પણ પોતાનો પ્રિય કાર્ય જો પ્રજા માટે હિતકારી ના હોય તેવા કાર્યનો પણ ત્યાગ કરવો જોઈએ. રાજ્યમાં રાજા પ્રજા માટે હોય છે પરંતુ પ્રજા માટે હોતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.