દીકરીઓને મહત્વ આપવા માટે ભારતમાં ‘બેટી બચાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. ઝિમ્બાબ્વેમાં ગરીબીને લીધે કેટલીક છોકરીઓના લગ્ન 10 વર્ષની ઉંમરે થઈ જતાં હોય છે. એક તાઈક્વોન્ડો ખેલાડી આ છોકરીઓને બાળ વિવાહથી મુક્ત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
આ તાઈક્વોન્ડો એક કોરિયન માર્શલ આર્ટ છે. સ્પોર્ટની મદદથી તેઓ છોકરીઓને નવી રાહ ચીંધી રહી છે. 17 વર્ષીય નટસિરેશ મરીસા 5 વર્ષની ઉંમરથી માર્શલ આર્ટ શીખી રહી છે. તે ફક્ત છોકરીઓ જ નહિ પરંતુ તેમની માતાને પણ શીખવાડી રહ્યાં છે. બાળ વિવાહની વિરુદ્ધ લોકોને જાગૃત પણ કરી રહી છે.
મરીસા જણાવતાં કહે છે કે, ઝિમ્બાબ્વેમાં માર્શલ આર્ટ શીખનારી સ્ત્રીઓ તથા છોકરીઓ ખુબ ઓછી હોય છે. હું દરેક લોકોને આ શીખવાડવા માગું છું. મરીસા તેના ક્લાસમાં આવતા લોકોને સ્ટ્રેચિંગ, કિકિંગ તથા પંચિંગ શીખવાડી રહ્યાં છે. ક્લાસ પૂર્ણ થઇ ગયા બાદ બાળ વિવાહના નુકસાન પણ લોકોને જણાવે છે.
જે છોકરીઓના લગ્ન થઇ ગયા છે તેઓ તેમના સંતાનને લઈ આ માર્શલ આર્ટ શીખવા માટે આવે છે. ક્લાસમાં આવી રહેલ છોકરીઓ લગ્ન કર્યાં બાદ થતા શોષણની ઘટનાઓ સામે આવતી હોય છે. આ છોકરીઓનું માનસિક તથા શારીરિક રીતે શોષણ કરવામાં આવે છે.
ઘણીવખત તેઓ રેપનો શિકાર બનતા હોય છે તો ક્યારેક પ્રેગ્નન્સી વખતે પણ સ્વાસ્થ્ય સંબંધી તકલીફનો સામનો કરવો પડે છે. કેટલીક છોકરીઓ એવી છે કે, જેઓ લગ્ન કર્યાં બાદ ભૂખમરાનો સામનો કરવો પડતો હોય છે. મરીસા આ તમામ છોકરીઓની મદદ કરે છે. મરીસાના પેરેન્ટ્સને તેમની દીકરીના કામ પર ખુબ ગર્વ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle