ડીલીવરી દેવા ગયેલા ડીલીવરીબોયે આ રીતે કરી ઘરમાં ચોરી, જાણીને તમે પણ ચોંકી જશો

મહારાષ્ટ્રના પૂનામાં રહેતા એક દંપતીને જ્યારે ખબર પડી કે, તેમના પાલતુ કૂતરાને ઝોમેટો ડિલિવરી બોય તેની સાથે લઇ ગયો છે. કૂતરો તેમને ખૂબ જ પ્રિય…

મહારાષ્ટ્રના પૂનામાં રહેતા એક દંપતીને જ્યારે ખબર પડી કે, તેમના પાલતુ કૂતરાને ઝોમેટો ડિલિવરી બોય તેની સાથે લઇ ગયો છે. કૂતરો તેમને ખૂબ જ પ્રિય હતો અને તેના ખોવાયા પછી રાત દિવસ તેને શોધવામાં લાગી ગયા હતા. હકીકતમાં, પુણેની વંદના સાહે ટ્વિટર પર એક પોસ્ટ આપીને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી, તેણે તેના પાલતુ કૂતરાની તસવીર પણ તે ડિલિવરી બોય સાથે ટ્વિટર પર શેર કરી હતી.

વંદનાએ લખ્યું છે કે, સોમવારે તેનો દત્તુ નામનો પાલતુ કૂતરો છેલ્લે ઘરની બહાર સીસીટીવીમાં માં જોવા મળ્યો હતો. તેના અચાનક ગાયબ થઈ ગયા બાદ વંદના અને તેના પતિએ તેમના કૂતરાની શોધ કરી પણ તે શોધી શક્યા નહીં. પડોશીઓને પણ પૂછપરછ કરી પરંતુ કોઈ માહિતી મળી શકી નહીં. આખરે હાર માની લીધી અને પોલીસને આ મામલે તપાસ કરવા અપીલ કરી.

વંદનાએ વધુમાં જણાવ્યું હતું કે, તેના ઘરની આસપાસ ઘણી વખત ડિલિવરી બોયની અવર-જવર શરૂ થઇ ગઇ હતી, જ્યારે તેણે તેને તેના કૂતરાનો ફોટો બતાવ્યો ત્યારે એક ડિલિવરી બોયએ તેને ઓળખી ગયો. ડિલિવરી બોયએ કહ્યું કે, ઝોમેટોનો એક ડિલિવરી બોય તેના કૂતરાને સાથે લઈ ગયો છે. આ ડિલિવરી બોયની ઓળખ તુષારના નામે થઈ હતી.

જ્યારે વંદનાએ તુષારનો નંબર લીધો અને તેને તેના કૂતરા ડોત્તુ વિશે પૂછ્યું ત્યારે તે ગભરાઈ ગયો અને બહાના બનાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે, તે કુતરાને તેના ગામથી લાવ્યો છે. વંદનાએ તેના કૂતરાને પાછો મેળવવા માટે પૈસાની લાલચ પણ આપી પરંતુ તે માન્યો નહીં અને તેણે તેનો ફોન બંધ કરી દીધો.

જોમાટોને કરી ફરિયાદ

તુષાર ન માનતા વંદનાએ જોમાટોમાં ફરિયાદ કરી અને આ મામલે દખલ કરી. આ પછી, જોમાટોએ તુષારની ઓળખ કરી અને વંદનાનો પાલતુ કૂતરો તેની પાસેથી લઈ લીધો. વંદનાનું આ ટ્વિટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે અને યુઝર્સ તુષારની ટીકા કરી રહ્યા છે અને તેમણે જોમાટો પ્રત્યે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *