જન્મ આપનારી માતાએ જ આપ્યું દર્દનાક મોત- સવા વર્ષની દીકરી માતાની નજર સામે તડપી તડપીને મોતને ભેટી

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) નજીક વાઘોડિયા(Vaghodia) ખાતે કમલાનગર સોસાયટી(Kamalanagar Society)માં રહેતી એક માતાએ તેની માસૂમ પુત્રીને નર્મદા કેનાલ(Narmada Canal)માં ફેંકી દઈને ગુમ થઇ જતા ચકચાર મચી જવા પામી છે. વાઘોડિયા પોલીસે માતા સામે પુત્રીની હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકના લગ્ન 2019માં થયા હતા:
જશવંતભાઇ જેશલભાઇ રાઠવાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ક્વાંટના ખાટીયાવાં ગામમાં રહેતી કલ્પના રાઠવા નામની યુવતી સાથે વર્ષ 2019માં થયા હતા. પરિણીત જીવનમાં તેમને 15 વર્ષની પુત્રી પ્રીતિ છે. દરમિયાન, 1 ફેબ્રુઆરીના રોજ તેની તબિયત લથડતાં તેની પત્ની પ્રીતિએ તેને હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. જોકે, જશવંતભાઇના એટીએમ કાર્ડમાં ખામી હોવાથી પૈસા ઉપાડી શકાયા ન હતા. જેથી તેઓ સંબંધીના ઘરે ગયા હતા અને તેની પાસે પૈસાની માંગણી કરી હતી અને સંબંધીએ તેને તેનું એટીએમ કાર્ડ આપીને પૈસા ઉપાડવાનું કહ્યું હતું. પરંતુ જસવંતભાઈ એટીએમમાં ​​પૈસા ઉપાડવા ગયા ત્યારે પૈસા નીકળ્યા ન હતા. જેથી તે તેની પત્ની સાથે ઘરે પરત ફર્યો હતો.

પત્ની કોઈને જાણ કર્યા વિના દીકરીને લઇને ઘર છોડીને નીકળી ગઈ:
દરમિયાન પત્ની કલ્પના કોઈને જાણ કર્યા વગર દીકરીને લઈને ઘરની બહાર જતી રહી હતી. જેથી તેનો પતિ તેને શોધવા વાઘોડિયા બસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં કલ્પના પેસેન્જર કારમાં બેઠેલી જોવા મળી હતી અને તેમને ઘરે પાછા આવવા કહ્યું હતું. પરંતુ કલ્પનાએ કહ્યું કે તે તેની પુત્રીને બોડેલીની હોસ્પિટલમાં લઈ જઈ રહી છે. આટલું કહી તે કારમાં રવાના થઇ ગઇ હતી. બીજા દિવસે જસવંતભાઈને તેમના પિતાએ ફોન કરીને જણાવ્યું કે કલ્પના તેમના ઘરે કે પિયર પહોંચી નથી. બોડેલીમાં પણ તે હોસ્પિટલ પહોંચી ન હતી.

પુત્રીની લાશ કેનાલમાંથી મળી આવી:
મળતી માહિતી અનુસાર, 4 ફેબ્રુઆરીના રોજ સાંજના જશવંતભાઇને જાણકારી મળી હતી કે, તેમની દીકરીની લાશ વાઘોડિયાના સૈડાંલ ગામની નર્મદા માઇનોર કેનાલમાંથી મળી આવી છે. પરંતુ હજુ સુધી તેમની પત્ની કલ્પના ક્યાં છે તે અંગેની માહિતી મળી નથી. હાલમાં તો વાઘોડિયા પોલીસ દ્વારા કલ્પના સામે દીકરીની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *