સુરતમાં ભાજપ કાર્યલયના ઘેરાવે પહોચેલા આપ નેતાઓને પોલીસ ઊંચકી ગઈ, ભાજપ કાર્યકર્તાઓએ પોલીસની હાજરીમાં આપના નેતાઓનો કર્યો ટપલી દાવ

આજ રોજ તારીખ બે અપ્રિલે સુરત ખાતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહીત અન્ય નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઘેરાવ માટે આવી પહોચ્યા હતા.…

આજ રોજ તારીખ બે અપ્રિલે સુરત ખાતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહીત અન્ય નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઘેરાવ માટે આવી પહોચ્યા હતા. મામલો ખુબ ઉગ્ર બન્યો હતો. બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તે વચ્ચે પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

ઘટના સ્થળે બંને પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભીડનો લાભ લઈને હાથ સાફ કરી રહ્યા છે. પોલીસની હાજરીમાં જ મારામારી કરતા ભાજપના કાર્યકરોની કોઈનો ડર દેખાઈ રહ્યો ન હોત તેવું સાફ સાફ દેખાઈ રહ્યું છે. વિડીયોમાં પણ સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ભાજપના ઘણા કાર્યકરો પોલીસ હોવા છતાં મારામારી પર ઉતરી આવ્યા હતા.

ઘટના સ્થળે હાજર હોવા છતાં પોલીસ મંત્રમુગ્ધ બનીને જોઈ રહી હતી. આ ભીષણ અથડામણમાં આપ નેતા દિનેશ કાછડિયાને ચહેરાના ભાગે ઈજા થઇ હતી અને લોહી પણ વહેવા લાગ્યું હતું. કાયદાનું ઉલ્લંઘન કરતા ભાજપ નેતાઓને કાયદા-કાનુનનો કોઈ ડર રહ્યો હોય નહિ તેવું વિડીયો જોતા લાગી રહ્યું છે. પોલીસની હાજરીમાં આપ નેતાઓને માર મારતા ભાજપ કાર્યકરો કેમેરામાં કેદ થયા છે.

પોલીસ તંત્રની હાજરીમાં આપ નેતા દિનેશ કાછડિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ મારામારીમાં દિનેશ કાછડિયાને ઈજા થઇ હતી. આ વચ્ચે તેમને ચહેરાના ભાગે લોહી પણ નીકળવા લાગ્યું હતું. આપ કાર્યકર્તાઓ દ્વારા ‘ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેગી…’ ના નારા લાગ્યા હતા. આ વચ્ચે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ નારે બાજી કરી રહ્યા હતા. ભાજપ મહિલા કાર્યકર્તાઓ સાથે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *