સુરત એરપોર્ટ પર વૃદ્ધ દંપતીના શરીરમાંથી પકડાયું 1 કરોડનું સોનુ- એવી જગ્યાએ સંતાડ્યું હતું કે, જાણીને તમને પણ શરમ આવશે

સુરત(Surat): કોરોના(Corona)ની લહેર પછી વિદેશ જતી ફ્લાઈટ્સ ફરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ પ્રકારની સ્થિતિમાં ફરી એકવાર કસ્ટમ વિભાગ(Custom section) દ્વારા સોનાની…

સુરત(Surat): કોરોના(Corona)ની લહેર પછી વિદેશ જતી ફ્લાઈટ્સ ફરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ પ્રકારની સ્થિતિમાં ફરી એકવાર કસ્ટમ વિભાગ(Custom section) દ્વારા સોનાની દાણચોરી(Smuggling)ને રોકવા માટે શક્ય તમામ કોશિશો શરૂ કરી દીધી છે. આ દરમિયાન, રવિવારના રોજ રાત્રે, શારજાહથી સુરતની ફ્લાઇટ(Flight to Sharjah Surat)માં ડિબોર્ડિંગ કરીને એરપોર્ટથી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતીના પાસેથી 1 કિલો 900 ગ્રામ સોનું શંકાસ્પદ રીતે ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં કેપ્સ્યૂલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને સોનાને લઈ જવામાં આવતું હતું. તેને કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. હાલમાં તો અંદાજે તેની કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

કસ્ટમ વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવિવારના રોજ રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત જઈ રહેલી ફ્લાઈટ લેન્ડ થઈ હતી. જેને કારણે મુસાફરો એરપોર્ટની બહાર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન મુંબઈના ઈકબાલ (60) અને સુગરા(58)ને શંકાના કારણે ઉભા રાખવામાં આવ્યા હતા. તેની બેગ તપાસતાં તેમાંથી સોનું મળી આવ્યું હતું. જેના કારણે બંનેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. કસ્ટમ વિભાગની પૂછપરછ દરમિયાન બંને રડવા લાગ્યા હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઇથી આવેલા દંપતીએ પોતે જ સોનાની દાણચોરીની વાત સ્વીકારી હતી. 60 વર્ષના ઇકબાલે તેના ગુદામાં 04 કેપ્સ્યુલ અને સુગરામાં 02 કેપ્સ્યૂલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હોવાનું સામે આવ્યું હતું. સોનાની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને કસ્ટમ વિભાગને સોંપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *