કોરોના મહામારીમાં લોકો ઘરેથી કામ કરે છે અને તે માટે ઈન્ટરનેટ ખુબ જ જરૂરી બની ગયું છે. હવે બાળકો પણ ઓનલાઈન અભ્યાસ કરે છે. જેને કારણે ઇન્ટરનેટ વિના તે શક્ય નથી. લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓ પણ પોતાનો બિઝનેસ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
ગ્રાહકોને આકર્ષવા માટે દરેક કંપનીઓ અવનવી ઓફર આપી રહ્યા છે. જેના લીધે લોકોને ફાયદો મળી રહ્યો છે. તેવામાં ટેલિકોમ કંપની એરટેલે આવો જ એક નવો પ્લાન લાવી છે. જેમાં વપરાશકર્તાઓ સરેરાશ દરરોજ માત્ર 5 રૂપિયા ખર્ચ કરીને 1GB ડેટા અને અન્ય સુવિધાઓ પ્રાપ્ત કરી શકે છે.
આ નવો એરટેલ કંપનીનો પ્લાન 448 રૂપિયાનો છે. આ પ્લાનમાં 28 દિવસની માન્યતાવાળા દરરોજ 3GB ડેટા આપવામાં આવી રહ્યા છે. આમ 28 દિવસમાં તમે કુલ 84GB ડેટા મેળવી શકો છો. એટલું જ નહીં, તમને લગભગ 5 રૂપિયામાં દરરોજ 1GB ડેટા મેળવી શકો છે.
આ પ્લાનમાં કંપનીએ તેના વપરાશકર્તાઓને 100 મફત SMS અનલિમિટેડ કોલિંગ સુવિધા પણ પૂરી પાડે છે. આ સુવિધાનો લાભ લઈને તમે દેશભરના કોઈપણ નેટવર્ક પર કોલ કરી શકો છો. એક વર્ષ માટે આ પ્લાનમાં ડિઝની + હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ સબ્સ્ક્રિપ્શન અલગથી ખરીદવાની કિંમત 399 રૂપિયા છે. એટલે કે, આ પ્લાન ખુબ જ લાભ દાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.