વટામણ બગોદરા હાઈવે પર ખાનગી બસ ટ્રક પાછળ ઘુસી જતાં એકનું મોત, ત્રણ ઘાયલ

Bagodra Highway Accident: અમદાવાદ ગ્રામ્ય બગોદરા વટામણ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ભયંકરના અકસ્માત થયો હતો. આ ઘટનામાં આગળ જતી ટ્રકની પાછળ સાંઈ દર્શન નામની ખાનગી લક્ઝરી બસ (Bagodra Highway Accident) ઘુસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

ત્યારે અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.ત્યારે આ કમકમાટીભર્યા અકસ્માત બાદ ઘટનાસ્થળ પર લોકો દોડી આવ્યા હતા, આ અંગે 108 તથા પોલીસને જાણ કરી હતી જે બાદ 108 તથા પોલીસની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માત અંગેની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

2 લોકોના ઘટનાસ્થળ પર મોત, જ્યારે 2ની હાલત ગંભીર
અમદાવાદ ગ્રામ્ય બગોદરા વટામણ રોડ પર ભંયકર અકસ્માત સર્જાયો હતો. જે બાદ અકસ્માતની ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત થયા છે.

બગોદરા 108 ની મદદથી ઇજાગ્રસ્તોને બગોદરા સમુહીક કેન્દ્રમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતનો ગુનો નોંધી બગોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે કરી કાર્યવાહી
છેલ્લા ઘણા સમયથી રાત્રે હાઈવે પર થતા અકસ્માતની ઘટનાઓ વધી રહીં છે. જેના લઈને અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. અત્યારે પોલીસે અમદાવાદ-બગોદરા વટામણ રોડ પર અકસ્માતને પગલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે ઈજાગ્રસ્તોને બગોદરા સામૂહિક કેન્દ્રમાં વધારે સારવાર માટે ખસેડાવામાં આવ્યાં છે.તેમજ આ ઘટના અંગે મૃતકના પરિવારને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે રોકકળ કરી હતી.