Vadodara Accident: વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. કંડારી ગામ પાસે પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસે એક મોપેડને અડફેટે લીધું હતું. જેમાં મોપેડ સવાર મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે વડોદરાની (Vadodara Accident) સયાજી હોસ્પિટલ ખસેડાઇ હતી. જોકે સારવાર મળે એ પહેલા મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લક્ઝરી બસના ચાલકે મોપેડને અડફેટે લીધું
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જુનાબજાર નાગરવાસમાં રહેતા 60 વર્ષીય મહિલા લીલાબેન પરમાર કંડારી ગામે ડોક્ટર મહેન્દ્રભાઇ ડાભી ને ત્યાં સામાજીક પ્રસંગ હોય ત્યાં જવા માટે મોપેડ લઇ નીકળ્યા હતા.
દરમિયાન લીલાબેન નેશનલ હાઇવે 48 પર ભરૂચ વડોદરા ટ્રેક પર કંડારી ગામના કટ પાસે ઉભા હતા. ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક લક્ઝરી બસના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. જેના પગલે લીલાબેન મોપેડ પરથી ફેંકાઇ ગયેલા અને લક્ઝરી બસના આગળના ભાગે મોપેડ ફસાઇ જતા લક્ઝરી બસ રોંગ સાઇડે જતી રહી હતી.
એક મહિલાનું મોત
આ અકસ્માતમાં લીલાબેન પરમારના માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. ગંભીર ઈર્જાગ્રસ્ત લીલાબેનને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જયા ફરજ પરના હાજર તબીબોએ લીલાબેનને મૃત જાહેર કર્યા હતા.
મૃતક લીલાબેન પરમારના ભત્રીજા અમિતકુમાર ચૌહાણએ કરજણ પોલીસ મથકે પૂર ઝડપે લક્ઝરી બસ હંકારી અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App