કર્ણાટક(Karnataka)ના બેંગલુરુ(Bengaluru)માં દક્ષિણ આફ્રિકા(South Africa)ના 10 વિદેશી નાગરિકો ગુમ થયા છે. બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય અધિકારીઓ તેમનો સંપર્ક કરી શકતા નથી. ખરેખર, ઓમિક્રોન(Omicron)નો ભારતનો પહેલો કેસ બેંગ્લોરમાં જ જોવા મળ્યો હતો. તે વ્યક્તિ પણ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં, આ વિદેશી નાગરિકો સાથે સંપર્કના અભાવે વહીવટીતંત્રના હાથ હવે ધ્રુજવા લાગ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ વિદેશી નાગરિકોની સાઉથ આફ્રિકન દેશોની ટ્રાવેલ હિસ્ટ્રી છે. પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે આ તમામ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેઓને શોધી શકાતા નથી. તે જ સમયે, બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ગૌરવ ગુપ્તાએ કહ્યું કે, તમામ વિદેશી નાગરિકો દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવ્યા છે. તેમના ફોન પણ બંધ થઈ ગયા છે. જોકે, આરોગ્ય વિભાગ તેમને શોધી રહ્યું છે.
આફ્રિકાથી 57 મુસાફરો આવ્યા બેંગ્લોર વહીવટીતંત્ર આમાંથી 10ને શોધી શક્યું નથી. તેમના ફોન પણ બંધ છે. એરપોર્ટ પર આ મુસાફરો દ્વારા દાખલ કરાયેલા સરનામે પણ તેઓ મળ્યા નથી.
ભારતમાં ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને WHOએ તેને ચિંતાના પ્રકારની શ્રેણીમાં મૂક્યો છે. આ પ્રકારથી સંક્રમિત દર્દીની પ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખ કરવામાં આવી હતી. આ વેરિઅન્ટ ભારતમાં પણ પ્રવેશી ચૂક્યું છે. ગુરુવારે, બેંગલુરુમાંથી ઓમિક્રોનના બે કેસ નોંધાયા હતા. બંને દર્દીઓની ઉંમર 66 અને 46 વર્ષની છે. બંનેમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. આ ઉપરાંત, આ દર્દીઓના તમામ સંપર્કોની સમયસર ઓળખ કરવામાં આવી છે અને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.