ચોંકાવનારો સર્વે: ભારતમાં દર 10 મહિલાએ 7 મહિલા ધરાવે છે અફેરવાળા સબંધ. આ છે કારણ…

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં દર 10 મહિલાએ 7 મહિલા તેમના પતિને દગો કરતી હોય છે એટલે કે ચિટિંગ કરે છે. કારણ કે…

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં દર 10 મહિલાએ 7 મહિલા તેમના પતિને દગો કરતી હોય છે એટલે કે ચિટિંગ કરે છે. કારણ કે ઘરના કામમાં તેમણે રસ રહેતો નથી અને બહારું જીવન જીવવું ખુબજ ગમે છે.

લગ્નેત્તર ડેટિંગ એપ ગ્લીડેને મંગળવારે કહ્યું કે એક સર્વેમાં તેને જાણવા મળ્યું છે કે ભારતમાં 10માંથી 7 મહિલાઓ તેમના પતિને દગો કરતી હોય છે એટલે કે ચિટિંગ  કરે છે. કારણ કે ઘરેલુ કામોમાં તેઓ ભાગ લેતા નથી. અનેક મહિલાઓએ પોતાના પતિને એટલા માટે દગો આપ્યો કારણ કે તેમના લગ્ન સાવ નિરસ થઈ ગયા હતાં.

ભારતમાં 5 લાખથી વધુ છે વપરાશકર્તા 

ગ્લીડેન કે જેના ભારતમાં 5 લાખથી વધુ યુઝર્સ છે, તેણે કહ્યું કે ‘મહિલાઓ વ્યાભિચાર કેમ કરે છે’ શિર્ષક હેઠળ સર્વેક્ષણમાં ખુલાસો થયો કે બેંગ્લુરુ, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં પતિને લગ્નસંબંધમાં દગો આપતી મહિલાઓની સંખ્યા વધુ છે.

જીવનસાથી સાથેનો સંબંધ મજબુત

ગ્લીડેનમાં વિશેષજ્ઞ સોલેન પેલેટે જણાવ્યું કે 10માંથી ચાર મહિલાઓનું માનવું છે કે અજાણ્યા લોકો સાથે મોજમસ્તી બાદ તેમના જીવનસાથી સાથે તેમના સંબંધ મજબુત થયા છે. પાંચ લાખ ભારતીય ગ્લીડન યુઝર્સમાંથી 20 ટકા પુરુષો અને 13 ટકા મહિલાઓએ પોતાના જીવનસાથીને દગો કર્યાની વાત સ્વીકારી છે.

ગ્લીડન એપને 2009માં ફ્રાન્સમાં લોન્ચ કરાઈ હતી. તે 2017માં ભારતમાં આવી અને આજે ભારતમાં તેના 30 ટકા સભ્યો છે. જેમાં 34 વર્ષ અને 49 વર્ષની આયુવર્ગની પરણિત મહિલાઓ પણ સામેલ છે. લગભગ 77 ટકા ભારતીય મહિલાઓએ એ વાત સ્વીકારી છે કે પતિને દગો કરવાનું કારણ એ હતું કે, તેમના લગ્ન સાવ નીરસ થઈ ગયા હતાં અને લગ્ન ઉપરાંત એક સાથી શોધવાથી તેમને તેમના જીવનમાં ઉત્સાહનો અહેસાસ થયો હતો.

સમલૈંગિક પરિણીત લોકોને મળી રહ્યાં છે સાથી

સર્વેક્ષણથી એ પણ જાણવા મળ્યું છે કે ભારતમાં, પરંપરાગત વિવાહમાં ફસાયેલા સમલૈંગિક લોકોને પણ વધતી સંખ્યામાં પોતાના માટે તેની મદદથી સાથી મળી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *