Jammu National Highway Accident: શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.ત્યારે આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.આ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, SDRF અને રામબન સિવિલની(Jammu National Highway Accident) QRT ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
કાર 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી
આ અકસ્માત અંગે મળતી વિગતો મુજબ રામબન વિસ્તારમાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી અને કેબમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરોના મોતની આશંકા છે.ત્યારે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, SDRF અને સિવિલ QRTની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ ટીમ દ્વારા વહેલી સવારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટીમે અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. પરંતુ વિસ્તાર ઊંડો, અંધારું છે અને સતત વરસાદ પડી રહ્યો છે.
પોલીસે જણાવ્યું કે આ અકસ્માતની જાણકારી લગભગ રાત્રે 1.15 વાગ્યે મળી હતી.જમ્મુથી કાશ્મીર મુસાફરોને લઈ જતી એક ટેક્સી (ટવેરા) નેશનલ હાઈવે-44 પર બેટરી ચશ્મા પાસે લગભગ 300 મીટર ઊંડી ખાઈમાં પડી હતી.જે બાદ એસએચઓ પીએસ રામબન, પોલીસ ટીમ, એસડીઆરએફ ટીમ અને સિવિલ ક્યુઆરટી રામબન સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.તેમજ ઉંડી ખાઈમાંથી અત્યાર સુધીમાં 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
#WATCH रामबन इलाके में बैटरी चश्मा के पास जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग पर एक यात्री टैक्सी गहरी खाई में गिर गई। पुलिस, SDRF और रामबन सिविल QRT मौके पर मौजूद हैं और बचाव अभियान जारी है: जम्मू-कश्मीर पुलिस pic.twitter.com/tzSYtMy1T5
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
બે મૃતકોની ઓળખ થઈ
પોલીસના જણાવ્યા અનુસાર, ખાડામાંથી મળી આવેલા બે મૃતદેહોની ઓળખ જમ્મુના અંબ ઘોરથાના રહેવાસી પુરબ સિંહના પુત્ર બલવાન સિંહ તરીકે થઈ છે. તે કાર ચાલક હતો. તે જ સમયે, અન્ય એક વ્યક્તિની ઓળખ બિહાર ચંપારણના રહેવાસી વિશ્વનાથ મુખિયાના પુત્ર વિપિન મુખિયા તરીકે થઈ છે.
કેન્દ્રીય મંત્રીએ શોક વ્યક્ત કર્યો
કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે રામબન માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ દુ:ખદ માર્ગ અકસ્માતની જાણ થયા પછી, તેમણે ડીસી રામબન બસીર-ઉલ-હક સાથે વાત કરી છે. હું અધિકારીઓના સતત સંપર્કમાં છું, હું અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App