મેરઠમાં 14 કલાકના અંતરાલમાં મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડ માં થી કવરાંટાઈનકરવામાં આવેલ 10 દર્દીઓ ફરાર થઈ ગયા છે. જોકે સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે તેમાં તેઓની બીજી વખત નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મંગળવારના સવારે એક દર્દી ત્યાંથી ફરાર થઈ ગયો હતો તો રાત્રિના સમયે નવ દર્દીઓ ફરાર થઈ ગયા.
જણાવવામાં આવી રહ્યું છે કે રાતના સમયે નવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવવાથી તેમના પર ૧૪ દિવસ માટે એમ્બ્યુલન્સ થી મેડિકલ કોલેજ થી સુભારતી હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી રહ્યા હતા. સમય મળતા આ નવ દર્દીઓ ફરાર થઈ ગયા. તેમાં બે દર્દીઓ મહિલાઓ છે.જ્યારે મંગળવારની સવારે ભાગેલો એક દર્દી ચાદરનું દોરડું બનાવી આઇસોલેશન વોર્ડ માં થી કુદી ગયો હતો. પોલીસ મોડી રાત સુધી તેની શોધખોળ કરતી રહી. તેમાંથી પાંચને પકડી પાડવાનો પોલીસ દાવો કરી રહી છે.
મેડિકલ કોલેજમાંથી 10 દર્દીઓને ભાગી જવાને લઈને પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ માં હડકંપ મચ્યો છે. પોલીસ એસપી એન એન સિંહનું કહેવું છે કે સ્વાસ્થ્ય વિભાગ માં મંગળવારની રાત્રે 12 વાગ્યા સુધી કોઈ સૂચના આપી ન હતી. ત્યારબાદ નવ દર્દીઓ નું લીસ્ટ આપવામાં આવ્યું. પોલીસની ટીમ તેઓની શોધખોળ કરી રહી છે. એસપીએ જણાવ્યું કે રાત્રે નવ વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતા. તેમાંથી એક મહિલા પરિસરમાં મળી આવી છે. જ્યારે બે દર્દીઓ સુભારતી હોસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news