ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર 10 વાહનો અથડાતા આટલા લોકોના મોત, અનેક ઘાયલ

Delhi Mumbai Expressway Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગાઢ ધુમ્મસને કારણે ગુરુગ્રામથી અલવર તરફ ઉમરીગા ની સરહદ પર શનિવારે લગભગ 10 વાહનો એકબીજા (Delhi Mumbai Expressway Accident) સાથે અથડાયા હતા. આ જોયા બાદ એક્સપ્રેસ વેપર અફરા તફરીનો માહોલ હતો. વાહન ચાલક પોતાના વાહનોમાંથી ઉતરીને ભાગવા લાગ્યા હતા.

અકસ્માતમાં 1 મોત અને અનેક ઘાયલ
ગાઢ ધુમ્મસને કારણે પ્રશાસન તરફથી એક્સપ્રેસ વેપર દરેક જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. વાહનોમાં રિફ્લેકટર લગાવવામાં આવી રહ્યા હતા. જાણકારી અનુસાર ઉમરીગામ પાસે એક બસ અચાનક દુર્ઘટના ગ્રસ્ત થઈ ગઈ. ત્યારબાદ તેની પાછળ એક પછી એક વાહનો ટકરાયા હતા. દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

આ દરમિયાન ઘાયલોને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં કોટપૂતળીના રહેવાસી સુભાષ ઉંમર વર્ષ 26નું મૃત્યુ થઈ ગયું છે. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે લાશને મડદાઘરમાં મોકલી આપી છે. પોલીસે પણ જાણકારી આપી હતી કે અન્ય પાંચ ઘાયલ લોકોની હાલત હજુ પણ નાજુક છે.

તેમજ એક્સપ્રેસવે પ્રશાસન તરફથી વાહનચાલકોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉમરી ગામ પાસે એક બસ અચાનક દુર્ઘટના ગ્રસ્ત થઈ ગઈ છે. અને ત્યારબાદ એક પછી એક તેની પાછળ દસ વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ પ્રશાસને ઘટના સ્થળેથી થોડા અંતરે બેરીકેટ લગાવી વાહનોને રોકી દીધા હતા અને ધીમી ગતિએ વાહન ચલાવવાની સલાહ આપી હતી.

એક પછી એક વાહન ટકરાયા હતા જેના લીધે ઘણા લોકો ઘાયલ થયા છે. પરંતુ પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક પછી એક વાહન ટકરાવાને કારણે લોકો વાહન છોડી ભાગવા લાગ્યા હતા. સ્થાનિક પ્રશાસને ક્રેનની મદદથી તમામ વાહનોને રસ્તા પરથી હટાવ્યા હતા. ત્યારબાદ વાહન વ્યવહાર નોર્મલ થયો હતો. જોકે આ કામગીરી કરવામાં એક આખો દિવસ પસાર થયો હતો.