મોબાઈલ ગેમની લત એ વધુ એક બાળકનો જીવ લીધો, વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. માતાના એક ઠપકા ને કારણે માસૂમએ આ પગલું ભર્યું છે. આ ઘટના રાજધાની લખનઉ માંથી સામે આવી છે. માત્ર 10 વર્ષના બાળકને ગેમ રમવાની ના પાડતા આપઘાત કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ચિત્વાપુર વિસ્તારની છે.
ચિત્વાપુરમાં કોમલબેન નામની એક મહિલા રહેતી હતી. કોમલના પતિનું મૃત્યુ થયા બાદ કોમલ તેના 12 વર્ષની પુત્રી વિદિશા અને 10 વર્ષનો પુત્ર આરુષ સાથે પિતાના ઘરે રહેતી હતી. મોબાઈલમાં ગેમની લતને કારણે માતાએ ઠપકો આપ્યો હતો અને તેથી આરુષએ આવું પગલું ભર્યું. સગા સંબંધીઓ સાથે વાત કરતા જણાવ્યું કે, આરુષ ઘણા દિવસોથી સ્કુલ ન જતો હતો. અને તે આખો દિવસ મોબાઈલમાં ગેમ રમતો હતો.
અને તેથી આરુષને આ વાત ઘણી વાર સમજાવી પણ હતી. તો પણ આરુષ સમજ્યો ન હતો, ત્યાર બાદ એકજ દિવસ આરુષની માતાએ જોરથી માર માર્યો અને તેતના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને ત્યાર બાદ તે રૂમ માંથી બાર નીકળી ગઈ.
અને ત્યારે આરુષને ગુસ્સો આવ્યો અને ત્યારે આરુષે તેની બહેન વિદિશાને રૂમની બહાર મોકલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. ઘણો સમય થયો પણ રૂમ માંથી આરુષનો અવાજ ના આવ્યો એટલે પરિવારજનોએ તેને બોલાવ્યો, પરંતુ કોઈ અવાજ ન આવતાં દરવાજો તોડીને જોયું તો માસૂમ બાળક લટકતો હતો. ત્યાર બાદ તેને નીચે ઉતારવામાં આવ્યો અને જોયું તો બાળકનું મોત થઈ ગયું હતું.
હાલ માતા તરફથી કોઈ તહરીર આપવામાં આવી નથી. સંબંધીઓના જણાવ્યા અનુસાર મોબાઈલ પર વધુ ગેમ રમતો હતો. અને માતાના ઠપકા આપતી હતી. અને તેથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.