ભરૂચમાં હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચીસો દબાઈ; જાણો સમગ્ર ઘટના વિગતે

Bharuch News: ભરૂચના ઝઘડિયા GIDC માં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક નરાધમે 10 વર્ષીય શ્રમિક પરિવારની (Bharuch News) બાળકી સાથે કુકર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ નરાધમાંએ પોતાની બધી જ માનવતા નેવે મૂકી દીધી હતી. ત્યારે આ બાળકીને ગંભીર ઇજાના પગલે અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે.

10 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી
આ ઘટના અંગે પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDC માં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. આ હાલત જોઇને માતાના પગ નિચેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં પિડીતાને તાત્કાલિક સારવાર અર્થે પહેલાતો અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, ત્યારબાદ ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

સારવાર માટે વડોદરા ખસેડાઇ
આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા એક હેવાને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. નરાધમે બાળકી સાથે કુકર્મ આચરતા બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના કારણે તેને તાત્કાલીક ઓપરેશન થિયેટરમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે.

પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે, ઝઘડિયા GIDC માં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે. અત્યારે પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.