Vadodara Incident: વડોદરા શહેરમાંથી ફરી એકવાર માતા-પિતા માટે અત્યંત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 10 વર્ષના બાળકની ટાઈ હૂકમાં (Vadodara Incident) ફસાતા મોત નીપજ્યું છે. તેમજ આ ઘટના વડોદરાના નવાપુરા વિસ્તારની છે, જ્યાં હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાતા મોત નીપજ્યું છે.
પુત્રને ટાઇ હીંચકાની હુકમાં ફસાતા ગળે ફાસો આવ્યો
મળતી માહિતી અનુસાર,લક્કડપીઠા રોડ ગનુબકરીના ખાંચામાં રહેતા ધરમભાઇ પટેલ શાકભાજીનો વેપાર કરે છે. તેમનો 10 વર્ષનો દીકરો રચિત ધો.5 માં અભ્યાસ કરે છે. ગઇકાલે એક પ્રાઇવેટ ફંક્શનમાં તેઓ ગયા હતા. તેમના દીકરાએ ટાઇ પણ પહેરી હતી. રાતે ઘરે પરત આવ્યા પછી રચિત ઘરની બહાર ફિટ કરેલા હીંચકા પર તે રમતો હતો. થોડીવાર પછી તેના પિતા ઘરની બહાર જોવા નીકળ્યા ત્યારે તેમનો પુત્રને ટાઇથી ફાંસો લાગી ગયો હતો. તેમણે તરત જ પુત્રને નીચે ઉતાર્યો હતો અને માંજલપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ, અત્યંત ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
એકના એક પુત્રનું મોત થતા પરિવાર હચમહિ ઉઠ્યો
એકના એક દીકરાના મોતના પગલે માતા – પિતા ભાંગી પડ્યા છે. બનાવ અંગે નવાપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, બાળકને મલખંભ, પુલ અપ્સ જેવી દેશી કસરતનો શોખ હતો. હીંચકા ઝૂલતા સમયે ગળામાં પહેરેલી ટાઇ હીંચકાના રોડમાં વીંટળાઇ જતા તેને ફાંસો લાગી ગયો હશે. ધરમભાઇને વર્ષો પછી સંતાન થયું હતું. તે સંતાનના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડયું હતું.
‘મારા એકના એક પુત્રના શરીર પર વાઢકાપ કરાવવી નથી’
માત્ર 10 મિનિટના ગાળામાં જ માતા – પિતાનો લાડકવાયો પુત્ર છીનવાઇ ગયો હતો. માતા -પિતા પર દુખનો પહાડ તૂટી પડયો હતો. પોલીસે જ્યારે પી.એમ. કરાવવાની વાત કરી ત્યારે માતા – પિતાએ સૌ પ્રથમ તો ચોખ્ખી ના પાડી હતી કે, અમારા એકના એક પુત્રના શરીર પર વાઢ કાપ કરાવવી નથી. પરંતુ, પોલીસે તેઓને કાયદાકીય કાર્યવાહીની સમજ આપતા તેઓ તૈયાર થયા હતા.
વર્ષોની બાધા પછી સંતાનનો જન્મ થયો હતો
ધરમભાઇ ખંડેરાવ માર્કેટમાં શાકભાજીનો ધંધો કરે છે. તેઓનો મૂળ ધંધો લીંબુ વેચવાનો છે. વિસ્તારમાંથી એવી પણ વિગતો જાણવા મળી છે કે, ધરમભાઇને વર્ષોની બાધા પછી સંતાન થતા તેઓ માટે આ બનાવ અત્યંત આઘાત જનક છે. પરિવારનો કોઇપણ સભ્ય કશું કહેવાની પરિસ્થિતિમાં નથી. નાના બાળકોને એકલા રમતા મૂકતા વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App