‘ફેસબુક’ને બના દી જોડી! પ્રેમને હાંસલ કરવા સાત સમંદર પાર કરી ભારત પહોંચી પ્રેમિકા, સાત ફેરા લઇ થયા એકબીજાના

ઉત્તર પ્રદેશના જનપદ (Janapada, Uttar Pradesh) એટામાં એક અનોખા લગ્ન જોવા મળે છે, જ્યાં સાત સમુદ્ર પાર કરીને સ્વીડન (Sweden) થી આવેલી પ્રેમિકા ક્રિસ્ટનએ પોતાના…

ઉત્તર પ્રદેશના જનપદ (Janapada, Uttar Pradesh) એટામાં એક અનોખા લગ્ન જોવા મળે છે, જ્યાં સાત સમુદ્ર પાર કરીને સ્વીડન (Sweden) થી આવેલી પ્રેમિકા ક્રિસ્ટનએ પોતાના પ્રેમી સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ તેને લગ્ન કર્યા. શુક્રવારે થયેલા આ અનોખા લગ્નને જોવા માટે આજુબાજુના કેટલાય લોકો પહોંચ્યા હતા. હવે આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયો છે. શુક્રવારે સ્વીડનથી એક યુવતી એટા જિલ્લાના અવાગઢ ગામમાં પહોંચી હતી.

અહીં રેહતા પવન નામના છોકરા સાથે સ્વીડનની છોકરીનો પ્રેમ 10 વર્ષથી ફેસબુક પર ચાલી રહ્યો હતો. બંનેએ ભારતના રીત-રિવાજો પ્રમાણે લગ્ન કર્યા. અવાગઢમા રેહેતા પવનના પિતા ગિમત સિંહ બાઇક રિપેરિંગ કામ કરે છે. તેનો પુત્ર પવન બીટેક કર્યા બાદ તે દેહરાદૂનમાં નોકરી કરે છે. પવન અને ક્રિસ્ટન મુલાકાત ફેસબુક પર થઈ હતી અને ધીમે ધીમે દોસ્તી થયી અને પછી પ્રેમની શરૂઆત થઇ. બંને ફોન પર અને વીડિયો કોલ પર સતત વાતચીત કરતા હતા. એવું જાણવામાં આવ્યું છે કે, લગભગ 1 વર્ષ પહેલા પવન આગ્રા તેને મળવા પણ ગયો હતો, અહીં બંનેએ પ્રેમની નિશાની કેહવાતું તાજમહલ બંને સાથે જોયો હતો.

અને પછી પવને જણાવ્યું કે, અમારા પરિવારજનોને કોઈ પણ પ્રકાર નો વાંધો નથી, અટેલે અમે લગ્ન કરવનું નક્કી કર્યું છે. લગ્નના આયોજન લઇને શુક્રવારની સવારથી જ પવનના ઘરમાં ખુશીઓનો માહોલ છવાયો હતો. પીઠી અને ત્યારબાદ મંડપનો કાર્યક્રમ થયા બાદ, ગઈ કાલે રાત્રે હિન્દુ ઘર્મ ના રીતિ-રિવાજોથી બંનેના લગ્ન ખૂબ જ ધૂમધામ થી પૂર્ણ થયા.

અને હવે વાત કરીએ તો ક્રિસ્ટન લિવર્ટની… તો તે કેવી રીતે ભારત પોહચી? તે સૌથી પહેલા આગ્રા પહોંચી, અને મોડી રાત્રે અવાગઢ પહોંચી. જ્યાં જેસલમેર રોડ પર સ્થિત પ્રેમા દેવી શાળામાં બંનેના લગ્ન થયા. તેના પિતા એ જણાવ્યું કે, બાળકોની ખુશીમાં જ આપણી ખુશી હોય છે. અમે પૂરી રીતે આ લગ્નથી સહમત છીએ. બીજી તરફ વિદેશથી આવેલી દુલ્હનના સમાચાર આખા વિસ્તારમાં પોહચી ગઇ અને બંનેના લગ્ન જોવા માટે તમામ લોકો પહોંચ્યા.

એવું જાણવામાં આવ્યું છે કે, પ્રેમીને મળવા માટે સ્વીડિશથી પ્રેમિકા 10 વર્ષમાં 8 વખત ભારત આવી હતી. આ સમય દરમિયાન પવનને મળતી રહી. અને ધીમે ધીમે પ્રેમ વધતો ગયો અને તે પોતાના પ્રેમીના પરિવારજનોને પણ મળતી હતી. એવી જાણકારી મળી છે કે, પવન DRDOમાં જોબ કરતો હતો, જે કોઇ કારણવશ છૂટી ગઇ અને હવે તે નવી  જોબ શોધી રહ્યો છે, પરંતુ ક્રિસ્ટન પર તેની કોઇ અસર ન પડી અને તે 27 જાન્યુઆરીના રોજ સ્વીડનથી આગ્રા પહોંચી હતી, ત્યાં તેને પવનનો પરિવાર તેને લેવા માટે પણ ગયો હતો. એવું જાણવામાં આવ્યું છે કે, ક્રિસ્ટન થોડા દિવસ અહીં ભારતમાં રહેશે અને ત્યારપછી પવન પણ તેની સાથે સ્વીડન જશે, જ્યાં ક્રિશ્ચિયનના રીતિ-રિવાજ મુજબ ફરીવાર તેમના લગ્ન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *