હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ લાખો લોકોનાં મોત પણ આ મહામારીને કારણે થઈ ચુક્યા છે.સૌરાષ્ટ્રના મુખ્ય હબ ગણાતા રાજકોટ શહેરમાં કોરોના બેકાબુ બની ગયો છે. છેલ્લા માત્ર 24 કલાકમાં કોરોનાને કારણે કુલ 26 દર્દીઓનાં મોત નીપજયા છે તો બીજી બાજુ હોસ્પિટલો પણ હાઉસફુલ થવા લાગી છે.
રાજકોટમાં કોવિડ સારવાર ધરાવતી કુલ 650 બેડની હોસ્પિટલમાં ફક્ત 22 બેડ જ ખાલી રહ્યાં છે.છેલ્લા સપ્તાહમાં કુલ 12 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. નિયમિત રાજકોટમાં કુલ 25-30 દર્દીઓના મોત થઈ રહ્યાં છે. ઘણાં પરિવારો નોંધારા બની રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કોરોના વોરિયર્સ પણ આ મહામારીનો શિકાર બની રહ્યાં છે. રાજકોટમાં કોરોના કાળરૂપી બની ગયો છે. ત્યારે હવે ડોકટરો પણ સુરક્ષિત રહ્યાં નથી. માર્ચ માસથી લઈને અત્યાર સુધીમાં કુલ 100 જેટલા ડોકટરો કોરોનાથી સંક્મિત થઇ ચુક્યા છે.
જેને કારણે IMA દ્વારા ડોક્ટરોની માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમજ ડોકટરોને સુચન આપવામાં આવ્યુ છે કે યોગ્ય માસ્ક પહેરો તથા ગ્લોઝનો ઉપયોગ કરો. આની સાથે દર્દીનાં સગાસબંધીની સાથે વાતચીત કરો ત્યારે પણ સાવચેતી રાખો. ઝીંક, વિટામિન-C તથા વિટામીન-D નો ઉપયોગ કરો તેમજ ઇમ્યુનિટી જળવાઈ રહે તેની માટે સતત પ્રયત્નશીલ રહો.
અમદાવાદમાં આવે SVP હોસ્પીટલ સહીત શારદાબેન તથા L.G હોસ્પિટલના ડોકટર્સના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય હોસ્પિટલમાંથી કુલ 60 જેટલા ડોકટર્સનો રિપોર્ટ પોઝીટિવ આવતા હોબાળો મચી જ્વા પામ્યો છે. કરાઈ પોલીસ એકેડેમીમાં પણ કુલ 30 લોકોને કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વોરિયર્સ પણ હવે એમાંથી બાકાત રહ્યા નથી. હાલમાં કોરોના સંક્રમણ અટકાવવાની સ્ટ્રેટેજી પ્રમાણે ચોક્કસ બિલ્ડિંગથી ઓફિસ વગેરેમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જેમાં અમદાવાદમાં આવેલ SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en