સુરતમાં લુખ્ખા તત્વો બેફામ: યુવક પર છરી વડે જીવલેણ હુમલો, જાહેરમાં ખેલાયો ખૂની ખેલ

સુરતમાં ગોડાદરા વિસ્તારમાં ગઈ રાત્રે બનેલી આ ઘટનામાં ત્રણ યુવાનોએ તલવાર અને ચપ્પુ વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં હાથ અને માથાના ભાગે…

સુરતમાં ગોડાદરા વિસ્તારમાં ગઈ રાત્રે બનેલી આ ઘટનામાં ત્રણ યુવાનોએ તલવાર અને ચપ્પુ વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ગોડોદરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે.

બનાવની વિગતો એવી છે કે, સુરતમાં નવાગામ ડીંડોલી શ્રીનાથજી નગર સોસાયટીમાં રહેતા ભુરાભાઈના પુત્ર કરણ પર ત્રણ યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘોડાદ્રા વિનાયક હાઇટ્સ તંદૂરી મટકા ચાની દુકાન સામે ગોડાદરા હરિઓમ નગરમાં રહેતા યશ અનિલ ભુરીયા અને પુરુષોત્તમને તલવાર અને ચપ્પુ વડે હુમલો કરતાં બંને હાથના ભાગે તથા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેને કારણે તે ઢળી પડ્યો હતો અને હુમલો કરી ત્રણેય હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

જોકે, યુવક ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હતો તેથી તેને સારવાર માટે તેનો મિત્ર સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યો હતો જ્યાં તેને વધુ સારવારની જરૂર હતી માટે પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને પોલીસે યુવકના પિતા દ્વારા નોંધાયેલ ફરીયાદના આધારે ત્રણેય હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસની તપાસ બાદ બહાર આવ્યું કે, યુવક અને તેના પર હુમલો કરનાર ત્રણેય યુવકો વચ્ચે થર્ટી ફસ્ટની રાતે ઝઘડો થયો હતો અને તે ઝઘડાને લઈને યુવક ત્રણેય હુમલાખોરોને મારવા ગયો હતો. પરંતુ, તેઓ મળ્યા ન હતા અને યુવક પર હુમલો કરવા આવતો હોવાની જાણ થતાં જ ત્રણેય યુવકે તેના ઉપર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *