Dudhwa National Park 100 elephants video: લખીમપુરમાં હાથીઓના ટોળાએ ત્રણ યુવકોને ખુજ દોડવા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવકો હાથીઓની સામે ઉભા રહીને સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન હાથીઓ અચાનક ગુસ્સે થઈ ગયા અને દોડવા લાગ્યા. ત્યાં હાજર એક યુવકે તેનો વીડિયો બનાવ્યો હતો. બુધવારથી આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર ઘટના મંગળવાર સાંજની જણાવવામાં આવી રહી છે.
For having a selfie, they not only do foolish things,but do them with enthusiasm… pic.twitter.com/rMoFzaHrL3
— Susanta Nanda (@susantananda3) July 5, 2023
મળેલી માહિતી અનુસાર, આ વીડિયો લખીમપુર ખેરીના દુધવા ટાઈગર રિઝર્વના પાલિયા ગૌરીફંટા માર્ગનો છે. અહીં લગભગ 100 જેટલા હાથીઓનું ટોળું રસ્તા પર ઊભું હતું. તે જ સમયે ત્રણ યુવકો હાથીઓની નજીક પહોંચ્યા, ત્યાં સુધી હાથીઓએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ પછી આ યુવકે હાથીઓના ટોળા સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું. તે દરમિયાન હાથીઓ ગુસ્સે થઈ ગયા અને યુવકોની પાછળ ભાગી છૂટ્યા હતા.
હાથીઓને આવતા જોઈને ત્રણેય યુવકો ડરી ગયા અને તેણે દોડવાનું શરૂ કર્યું. દોડતી વખતે એક યુવક રોડ પર પડ્યો હતો. જ્યારે દૂર ઉભેલા વટેમાર્ગુઓએ અવાજ કરવાનું શરૂ કર્યું, ત્યારે હાથીઓ અટકી ગયા હતા ને પાછા વળ્યા અને જંગલમાં ભાગ્યા હતા.
દુધવા નેશનલ પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટર ટી. રંગા રાજુએ કહ્યું કે આ વીડિયો મને મંગળવારે રાત્રે મારા ફિલ્ડ ડિરેક્ટર લલિત વર્માએ મોકલ્યો હતો. વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે કે, આ લોકો પગપાળા જઈ રહ્યા હતા કે પછી જાણીજોઈને ટોળાની નજીક પહોંચ્યા હતા, આ હાથીઓ ત્રણ ટોળામાં હતા.
હાથીઓની સંખ્યા 100ની આસપાસ હશે. હાથીઓના ટોળાની નજીક જવું જોખમી બની શકે છે. આમતો હાથી શાંત પ્રાણીઓ છે, પરંતુ જો કોઈ તેમના ટોળાની નજીક જાય તો તેમને ભય લાગે છે. જેના કારણે હાથીઓ હુમલાખોર બની જાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube