કોરોનાથી છુટકારો તો મળ્યો, પરંતુ શું તમે જાણો છો કોરોનાએ વિશ્વમાં કેટલી તબાહી મચાવી? વાંચો એક ક્લિકે

17 નવેમ્બર 2019ના રોજ ચીન (China)માં કોરોના વાયરસ (Corona virus)નો પહેલો કેસ જોવા મળ્યો હતો. આ પછી, આગામી 222 દિવસ એટલે કે 25 જૂન 2020…

17 નવેમ્બર 2019ના રોજ ચીન (China)માં કોરોના વાયરસ (Corona virus)નો પહેલો કેસ જોવા મળ્યો હતો. આ પછી, આગામી 222 દિવસ એટલે કે 25 જૂન 2020 સુધીમાં, વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 મિલિયન સુધી પહોંચી ગઈ. આ પછી, ચેપની ગતિએ એટલી ઝડપ પકડી કે માત્ર 190 દિવસમાં, વિશ્વભરમાં દર્દીઓની સંખ્યા 200 મિલિયન સુધી પહોંચી ગઈ.

કોરોનાએ અમેરિકામાં સૌથી વધુ તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 8.20 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. સારી વાત એ છે કે તેમાં 7.99 કરોડ લોકો સાજા પણ થયા હતા, પરંતુ 10 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સૌથી વધુ સંક્રમણના મામલામાં ભારત બીજા નંબર પર છે. અહીં અત્યાર સુધીમાં 4.30 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 4.25 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 5.21 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે ભારતમાં માત્ર 11 હજાર લોકો સંક્રમિત છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

થોડા સમય પહેલા કોરોનાથી છુટકારો મળ્યો હતો. પરંતુ હવે પાછા, દરરોજ 6 થી 10 લાખ લોકો સંક્રમિત જોવા મળી રહ્યા છે, જ્યારે 1500 થી 3 હજાર લોકોના મોત થઈ રહ્યા છે. સારી વાત એ છે કે દરરોજ 6 થી 7 લાખ લોકો સંક્રમણમાંથી સાજા પણ થઈ રહ્યા છે. જો કે ચિંતાની વાત એ છે કે 10 દેશો એવા છે જ્યાં કોરોનાની ચોથી લહેર દસ્તક આપી છે. જેમાં અમેરિકા, બ્રાઝિલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, રશિયા, ઈટાલી, ફ્રાન્સ, જાપાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રિયા વગેરેનો સમાવેશ થાય છે.

જો છેલ્લા સાત દિવસના આંકડાઓ પર નજર કરીએ તો દક્ષિણ કોરિયામાં સૌથી વધુ 14 લાખ દર્દીઓ જોવા મળ્યા હતા. આ દરમિયાન અહીં 2100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાત દિવસમાં જર્મનીમાં 10 લાખ અને ફ્રાન્સમાં નવ લાખ લોકો સંક્રમિત જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *