જન્મ-મરણનો દાખલો કઢાવવો બન્યો મોંઘો: એકઝાટકે 1000%નો વધારો, હેલ્થ કમિટીમાં દરખાસ્ત મંજૂર

Birth and Death Registration: રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ અમદાવાદ મ્યુનિ.એ જન્મ-મરણના સર્ટિફિકેટ કે કે નોંધણી માટેના ચાર્જમાં વધારો (Birth and Death Registration) કર્યો છે. અત્યાર સુધી 21 દિવસમાં દાખલો કઢાવો તો કોઈ ફી લેવાતી ન હતી. હવેથી 21 દિવસથી એક દિવસ પણ વધી જાય તો એ કામ માટે રૂ.2થી 10 ચાર્જ લેવાતો હતો. હવે રૂ. 20 થી 100 જેટલો ચાર્જ ચૂકવવો પડશે. મ્યુનિ. બોર્ડની મંજૂરી મળ્યા પછી મેથી અમલ થવાની શક્યતા છે.

શહેરમાં જન્મ- મૃત્યુના કામમાં મ્યુનિ. દ્વારા લેવામાં આવતી વિવિધ ફી માં 2018 બાદ રાજ્ય સરકારે ફરી એક વખત 2025માં સુધારો કરવામાં આવ્યો છે. ગત 17મી ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા એક નોટિફિકેશન દ્વારા આ સુધારો જાહેર કરવામાં આવ્યો હતો. જે વધારાને સ્વીકારવા માટે હેલ્થ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઇ હતી. જે દરખાસ્તને મંજૂર કરી સ્ટેન્ડિંગ કમિટી તરફ મોકલાઈ છે.

મ્યુનિ. સિવિક સેન્ટર પર હાલ જન્મ – મરણના દાખલા લેમિનેશન સાથે અપાય છે. જેની ફી રૂ. 50 વસૂલવામાં આ‌વે છે. જેથી તેમાં કોઇ પણ પ્રકારનો વધારો કરાયો નથી. ગયા વર્ષે 509 લોકોએ જન્મ-મરણના સર્ટિફિકેટમાં નો રેકોર્ડ સર્ટિફિકેટ મેળવ્યું હતું. જેમના દ્વારા અપાયેલી અરજી બાદ નો રેકોર્ડનું સર્ટિ આપવામાં આવ્યું હતું.

21 દિવસમાં દાખલો કઢાવો તો કોઈ ફી નહીં
કાયદાકીય હુકમથી નોંધણી ફી 10થી વધી રૂ.100 થઈ

કામ જૂન ફી નવી ફી કેસ
21 થી 30 દિવસમાં નોંધણીમાં લેટ ફી 2 20 2261
30 દિવસથી 1 વર્ષ નોંધણી લેટ ફી 5 50 3000
1 વર્ષ બાદ કાયદાકીય હુકમથી નોંધણી 10 100 786