મજબુરીને કારણે બાળપણમાં ન ભણી શક્યા, હાલ 105 વર્ષની ઉમરે ભણીને પણ પુરા કરે છે સપના

જો કોઈ વ્યક્તિને કઈક શીખવું હોય તો તેને કોઈ રોકી શકતું નથી, પણ તેમ છતાં કોઈ એવી મજબૂરી પણ અઆવી જાય છે તેના કારણે તેના…

જો કોઈ વ્યક્તિને કઈક શીખવું હોય તો તેને કોઈ રોકી શકતું નથી, પણ તેમ છતાં કોઈ એવી મજબૂરી પણ અઆવી જાય છે તેના કારણે તેના દરેક સપના અધૂરા રહી જાય છે. અને કહેવાય છે ભણવા માટે કોઈ ઉમર જોતું નથી. અને ભણવાની ધગશને ઉંમર સાથે કોઈ સંબંધ નથી, આ વાતને કેરળની એક અતિ વૃદ્ધ મહિલાએ સાબિત કરી બતાવી છે. 105 વર્ષની મહિલા ભાગીરથી અમ્માએ હાલમાં જ ચોથા ધોરણની પરીક્ષા આપી ચોંકાવનારુ કાર્ય કરી બતાવ્યું છે.

105 વર્ષની મોટી ઉમરે પ્રાથમિક શાળાની પરીક્ષા આપનારી આ કદાચ વિશ્વની પહેલી મહિલા બની હશે. માત્ર આઠ વર્ષની ઉમરે માતાપિતા ગુમાવતાં નાનાં ભાઇ-બહેનોની જવાબદારી માથે આવી પડી હતી.

આટલું દુઃખ ઓછું હોય તેમ નાની ઉમરે લગ્ન પણ થઇ ગયાં હતાં અને છ બાળકોની માતા પણ બની ગયા હતા. પતિનું અકાળે અવસાન થતાં છ બાળકોને મોટાં કરવાની જવાબદારી ફરી આવી પડી હતી એટલે ભણવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં ભાગીરથી ભણી શક્યાં નહોતાં.

હવે 105 વર્ષની વયે ફરી ભણવાની લગન લાગતાં મંગળવારે તેમણે કોલ્લમમાં ચોથા ધોરણની પરીક્ષા આપી હતી. તેમની વય જોતાં સમાજના પ્રતિષ્ઠિત લોકોએ તેમને પ્રશ્ન પત્ર અને ઉત્તર પત્રિકા આપીને તેમની ભણવાની લગનને બિરદાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *