પિતાએ PUBG રમવાની ના પાડી, તો પુત્રએ મા ને રૂમમાં પૂરી પિતાનું ગળું કાપી બંને હાથ-પગ કાપી નાખ્યા

કર્ણાટકના બેલાગવી જિલ્લામાં હ્રદયસ્પર્શીની ઘટના સામે આવી છે. મોબાઈલ ગેમ pubg ને લઈને એક દીકરાએ તેના પિતાની હત્યા કરી હતી. પુત્રને pubg રમવાનું ભારે વ્યસન…

કર્ણાટકના બેલાગવી જિલ્લામાં હ્રદયસ્પર્શીની ઘટના સામે આવી છે. મોબાઈલ ગેમ pubg ને લઈને એક દીકરાએ તેના પિતાની હત્યા કરી હતી. પુત્રને pubg રમવાનું ભારે વ્યસન હતું, પરંતુ તેના પિતાને જરા પણ પસંદ હતું નહિ. આ કેસમાં પોલીસે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

26 વર્ષીય રઘુવીરને pubg રમવાનું ભારે વ્યસન હતું. તેના પિતા શંકરપ્પા pubg રમવાથી ખુબ નાખુશ હતા. ઘણી વખત તેણે રઘુવીરને pubgમાં સમય બગાડવાની ના પાડી હતી, પરંતુ તેણે તેમની વાત સાંભળી નહીં. પરંતુ પિતાએ જયારે થોડી કડકતા લીધી ત્યારે રઘુબીર તેની સાથે ખુબ ગુસ્સે થયો.

પોલીસના જણાવ્યા મુજબ રઘુવીર રવિવારે મોડી રાત સુધી pubg રમી રહ્યો હતો. અને તેના પુત્રને શંકરપ્પાએ જોરદાર ઠપકો આપ્યો. તે દરમિયાન પિતા-પુત્ર વચ્ચે થોડી ચર્ચા થઈ હતી, ત્યારબાદ રઘુવીર પિતા ઉપર ખુબ ગુસ્સે થયો. તેણે પહેલા માતાને એક રૂમમાં બંધ કરી દીધી. ત્યારબાદ રસોડામાંથી છરી લઈ આવી અને પિતા ઉપર ઘણા હુમલા કર્યા અને ગળું કાપીને તેની હત્યા કરી દીધી.

બેલગામ પોલીસ કમિશનર લોકેશ કુમારે જણાવ્યું હતું કે, ,રઘુવીરે કબૂલ્યું છે કે તેણે તેના પિતાની હત્યા કરી હતી, પરંતુ આ એક મૂર્ખ કારણ છે કે તેણે પિતાની હત્યા કરી કારણ કે પિતાએ મોબાઇલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.’ આવું કમિશનરે જણાવ્યું હતું.

આ ઘટના સપ્ટેમ્બર મહિનામાં બની હતી. અને આ ઘટના બન્યા બાદ દરેક લોકોમાં ચિંતા જોવા મળી છે. જેના કારણે દરેક વાલીઓ જાગૃત થઇ ગયા છે, અને તેના બાળકોને આ pubg ગેમ રમવાની તદન માની કરી રહ્યા છે. અને પોતે પણ આની સાવચેતી રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *