સુરતમાં સગર્ભાની મોબાઈલની ટોર્ચની મદદથી 108 એમ્બ્યુલન્સના સ્ટાફે કરી સફળ ડીલીવરી

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરતમાંથી એક એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોર્યાસી તાલુકાના ગોજરા ગામે એક સગર્ભાની મોબાઈલ ટોર્ચની મદદથી પ્રસૂતિ કરાવી 108-ના સ્ટાફ દ્વારા ખરા અર્થમાં ઇમરજન્સી સારવાર આપી માતા અને નવજાત બાળકની જીવ બચાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગર્ભાના ઘરમાં લાઈટ ન હોવાથી અને ગર્ભમાંથી બાળકનું માથુ બહાર આવી જતા સગર્ભાને હોસ્પિટલ લઈ જવાને બદલે તાત્કાલિક સ્થળ પર જ સૂઝબૂજથી લેવાયેલો પ્રસુતિ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમરનાથભાઈએ જણાવ્યું હતું કે, બુધવારની વહેલી સવાર એટલે કે, લગભગ કોલ 4:59 વાગ્યાનો હતો. ચોર્યાસી તાલુકાના ગોજરા ગામમાં રહેતી એક સગર્ભાને પ્રસૂતિની પીડા થઈ રહી હોવાની જાણ થતા જ પાયલોટ દુર્ગેશ પરમાર સાથે તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. પ્રસૂતાની હાલત અને ગર્ભમાંથી બાળકનું માથું બહાર આવી ગયું.

આ જોઇને તાત્કાલિક નિર્ણય લેવા 108ના ડોકટરોને ટેલિફોનિક આખી પરિસ્થિતિની જાણ કરી હતી. ત્યારબાદ સર્ગભા આશાબેનની દયનીય અવસ્થા અને અસહ્ય પીડાથી તડપતા આશાબેનની પ્રસુતિ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, આ વીજ વગર શક્ય ન હતું. બીજી બાજુ એમને હોસ્પિટલ લઈ જવાય એવો સમય ન હતો. જેને લઈ તાત્કાલિક ટોર્ચથી પ્રસુતિ કરાવવાનું શરૂ કરવામાં આવી હતી અને આશાબેને ગણતરીની મિનિટોમાં જ એક પુત્રીને જન્મ આપ્યો હતો.

જાણવા મળ્યું છે કે, 108 એમ્બ્યુલન્સની ટીમને આવા કેસોમાં કેવી રીતે પ્રસુતિ કરવી શકાય એની ટ્રેનિંગ સમયસર મળતી રહે છે. ટોર્ચથી ઘરમાં અજવાળું કરી પ્રસુતિ કેમ કરાવવી એનાથી સંપૂર્ણ વાકેફ હતો જેથી આશાબેનની પ્રસૂતિ સફળ રહી હતી. ત્યારબાદ માતા અને નવજાત પુત્રીને જરૂરી સારવાર આપી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. માતા અને પુત્રીને સ્વસ્થ જોઈ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અમરનાથભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આખું પરિવાર હાથ જોડીને આભાર વ્યક્ત કરતો જોઈ સાચા અર્થની સેવામાં કામ કરતા હોવાનો આનંદ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *