જનતા પર ફરીવાર મોંઘવારીનો માર: પેટ્રોલ-ડીઝલનો ભાવ પહોંચ્યો આસમાને, અહી જાણો નવી કિંમત 

તાજેતરમાં સમગ્ર દેશમાં લોકો હજુ કોરોના કાળના લીધે બેકારીમાંથી બહાર નથી આવ્યા ત્યાં તો પાછું પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા લોકો પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે. ત્યારે દિવસેને દિવસે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઇ રહ્યો.

આવી સ્થિતિમાં મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલમાં પ્રતિ લીટર 33 પૈસા અને ડીઝલમાં 9 પૈસાના વધારો થયો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા 35 પૈસા થયો છે. તો ડીઝલનો ભાવ 96 રૂપિયા 48 પૈસા થયો છે. દિલ્હીમાં પણ આજે પેટ્રોલનો પ્રતિ લીટરનો ભાવ 100 રૂપિયાને પાર ગયો છે.

જાણવા મળ્યું છે કે, દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100.56 રૂપિયાએ પહોંચી ગઈ છે. તો બીજી બાજુ દિલ્હીમાં ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. એટલે કે, ડીઝલમાં 9 પૈસાનો વધારો થયો છે. અહી મહત્વનું છે કે, હાલના સમયમાં ઈંધણની કિંમતોમાં રાહત મળવાની આશા ઓછી લાગી રહી છે. ક્રૂડ પ્રોડક્શનને લઈને ઓપેક પ્લસ દેશોની બેઠકમાં સહમતિ નથી સધાઈ. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં તેજી ચાલુ છે. આ કારણોસર સ્થાનિક બજારમાં કિંમતોમાં વધારો ચાલુ રહેવાનું અનુમાન છે.

શહેર-          પેટ્રોલ                   ડીઝલ
દિલ્હી-  100.56 રૂપિયા           89.62 રૂપિયા  
મુંબઇ-  106.59 રૂપિયા           97.17 રૂપિયા
ચેન્નઇ-   101.36 રૂપિયા          94.17 રૂપિયા
કોલકાતા-  100.54 રૂપિયા       
92.53 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *